Site icon News Continuous Bureau | Mumbai

જાસૂસી સંસ્થાને મળી મોટી સફળતા : મુંદ્રા બંદરેથી ISI એજન્ટ તરીકે કામ કરતા સુપરવાઇઝરની ધરપકડ ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 સપ્ટેમ્બર 2020

ગુજરાતના મુન્દ્રા ડોકયાર્ડ ખાતેથી એક સુપરવાઈઝરની ધરપકડ કરી છે, જે કથિત રીતે પાકિસ્તાની જાસૂસ એજન્સી આઈએસઆઈના એજન્ટ તરીકે કામ કરતો હતો. ઉત્તર પ્રદેશના ‘સેના / આઈએસઆઈ કેસ’ ની તપાસના સંદર્ભમાં ગુજરાતના પશ્ચિમ કચ્છમાં રહેતા એકની ધરપકડ કરવામાં આવી હોવાનું એનઆઈએના અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એક આરોપી  પાકિસ્તાનમાં સેના-આઈએસઆઈ હેન્ડલર્સના સંપર્કમાં હોવાનું અને બે વાર પાડોશી દેશની મુલાકાત લીધી હોવાનું બહાર આવ્યું હતું. તેમણે ભારતમાં સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળોના ફોટોગ્રાફ્સ ટ્રાન્સમિટ કર્યા હતા અને સશસ્ત્ર દળોની ગતિવિધિ વિશેની માહિતી પણ પાકિસ્તાનમાં આઈએસઆઈ હેન્ડલર્સ સાથે શેર કરી હતી.

મુંદ્રાથી પકડાયેલા આઈએસઆઈ એજન્ટના ઘરે ગુરુવારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને અનેક ગુનાહિત દસ્તાવેજો કબજે કર્યા હતા. આ કેસમાં આગળની તપાસ ચાલી રહી હતી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version