Site icon

NIA Crackdown On PFI: PFI સામે NIAની મોટી કાર્યવાહી; ટ્રેન બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છુટેલા આ આરોપીઓના ઘરે દરોડા… મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં દરોડા.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..વાંચો અહીં..

NIA Crackdown On PFI: NIAએ PFI મોડ્યુલને તોડી પાડવા માટે મહારાષ્ટ્ર, UP, રાજસ્થાન અને NCR સહિત વિવિધ રાજ્યોમાં અનેક સ્થળોએ સર્ચ પણ કર્યું….

NIA Crackdown On PFI NIA's major action against PFI; Raids on houses of acquitted accused in train blast case...

NIA Crackdown On PFI NIA's major action against PFI; Raids on houses of acquitted accused in train blast case...

News Continuous Bureau | Mumbai 

NIA Crackdown On PFI: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સંગઠન સાથે જોડાયેલા છ અલગ-અલગ સ્થળો પર દરોડા ( Raid ) પાડ્યા હતા. ગયા વર્ષે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર આતંકવાદ ( Terrorism ) વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. NIAએ તમિલનાડુના મદુરાઈમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સંગઠન સાથે સંકળાયેલા વિવિધ વિસ્તારોમાં પણ દરોડા પાડ્યા છે.

Join Our WhatsApp Community

રાજસ્થાનના ટોંક જિલ્લામાં અને ઉત્તર પ્રદેશના લખનૌમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સંગઠન સાથે સંકળાયેલા વિસ્તારોમાં NIAના દરોડા ચાલુ છે. બીજી તરફ NIAએ મુંબઈના ( Mumbai ) વિક્રોલી ( Vikhroli ) વિસ્તારમાં 7/11 ટ્રેન બ્લાસ્ટના ( 7/11 train blast ) આરોપી વાહિદ શેખના ( Wahid Sheikh ) ઘરે પણ દરોડા પાડ્યા છે.

 10 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની પણ માહિતી…

NIAએ મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈ, ભિવંડી, મુંબ્રા અને મહારાષ્ટ્રના શહેરોમાં દરોડા પાડ્યા છે. NIAએ અબ્દુલ વાહિદ શેખના વિક્રોલી સ્થિત ઘરની પણ તપાસ કરી છે. અબ્દુલ શેખને 7/11 બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. NIAને શંકા છે કે તે હવે PFI માટે ભંડોળની ઉચાપત અને શંકાસ્પદ કામગીરીમાં સામેલ છે. અલગ-અલગ જગ્યાએથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાની પણ માહિતી મળી છે.

આ સમાચાર પણ વાંચો : National Health Authority : નેશનલ હેલ્થ ઓથોરિટી એ એક વર્ષમાં ABHA-આધારિત સ્કેન અને શેર સેવાનો ઉપયોગ કરીને 1 કરોડ OPD ટોકન્સ જનરેટ કર્યા

સૂત્રોએ એવો પણ અહેવાલ આપ્યો છે કે NIAએ આ શંકાસ્પદ કામગીરી અને PFI માટે ભંડોળ ઊભુ કરવાની પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાની શંકાને કારણે વિવિધ સ્થળોએથી અંદાજે 7 થી 10 વ્યક્તિઓની અટકાયત કરી હતી.

જૂની દિલ્હી અને જામિયા વિસ્તારમાં તપાસ ચાલી રહી છે. તે જ સમયે, NIAએ 8 ઓક્ટોબરના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી એક PFI શંકાસ્પદને કસ્ટડીમાં લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ કુવૈત જઈ રહ્યો હતો. પરંતુ તે પહેલા જ NIAના હાથે ઝડપાઈ ગયો હતો.

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version