ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
20 જુલાઈ 2020
નાઇજીરીયાના જંફારામાં લૂંટફાટ અપહરણના ગુનામાં અચાનક ઉછાળો આવ્યો છે. ડાકુની ટોળીઓ શસ્ત્રો સાથે સામાન્ય જનતા પર હુમલો કરી રહી છે. આ હુમલામાં અનેક નિર્દોષ નાગરિકો રોજ જાન ગુમાવી રહ્યા છે. મિલિટરી ઓપરેશન પણ ડાકુઓને અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. આથી સરકારે હવે મધ્યમ માર્ગ કાઢ્યો છે. ડાકુઓ આત્મસમર્પણ કરે એ માટે સરકાર અનોખી યોજના લાવી છે. સમર્પણ કરનારા ડાકુઓ એકે 47 રાઈફલ જમા કરાવશે, તેની સામે દરેક રાઈફલ પર બે ગાય પ્રશાસન આપશે.
એક રિપોર્ટ અનુસાર, સ્કૂટર અને અન્ય વાહન પર આવતા આ ડાકુઓ મોટેભાગે ફુલાની હેરડર જાતિના છે. જેઓ ગાયને ખૂબ મહત્વ આપે છે. હાલની પરિસ્થિતિમાં નાઇજીરિયામાં એક ગાયની કિંમત એક લાખ નાયરા છે. જ્યારે બ્લેક માર્કેટમાં એકે 47 પાંચ લાખ રૂપિયામાં વેચાય છે. સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ શરૂઆતમાં ડાકુઓએ પોતાની ગાયો વેચીને હથિયારો ખરીદ્યા હતા. પરંતુ, હવે તેઓ પસ્તાઈ રહ્યા છે. રોજિંદા જીવનમાં પાછા ફરવા માંગે છે. આથી સરકારે લૂંટફાટ બંધ કરાવવા ડાકુઓને ગાય આપવાનો નિર્ણય લીધો છે જેથી આ લોકો નવું જીવન શરુ કરી શકે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
