મહારાષ્ટ્ર અને કેરળ પછી પંજાબ એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે.
વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઇ પંજાબ સરકારે લુધિયાણા, પટિયાલા, મોહાલી, ફતેહગગઢ સાહિબ, જલંધર, નવાશહેર, કપૂરથલા અને હોશિયારપુરમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે.
અહીં રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવાયો છે.
