Site icon

વિદેશથી વેક્સિન મેળવવાની મહારાષ્ટ્ર સરકાર અને BMCની આશા પર શું પાણી ફરી વળશે? જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવારે

મોટા પાયા પર BMC એ એક કરોડ વેક્સિન માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. મંગળવારે BMC ના ગ્લોબલ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટની મુદત પૂરી થઈ છે.  હવે BMC પાસે નવ બીડરના પ્રસ્તાવ છે.  આ નવ બીડરમાંથી જોકે એક પણ વેક્સિનનો મૅન્યુફેક્ચરર નથી. તમામ લોકો ઇન્ટરમિડિયેટર છે.

BMCને મળેલા નવ પ્રસ્તાવમાંથી સાત બીડર રશિયન બનાવટની સ્પુતનિક 5ની ઑફર કરી છે. એકે સ્પુતનિક લાઇટની ઑફર કરી છે. જ્યારે એક બીડરે તેમની પાસે જે વેક્સિન હશે એનો પુરવઠો કરશે એવું કહ્યું છે. હાલ આ નવ પ્રસ્તાવની મુંબઈ BMC બારીકાઈથી ચકાસણી કરી રહી છે. તમામ લોકો ઇન્ટરમિડિયેટર હોવાથી તેઓ ખરેખર વેક્સિન પૂરી પાડી શકશે કે એની સામે પાલિકા પ્રશાસનને પણ શંકા હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે.

ઓ હો! રસ્તા પર થૂંકનારા લોકો પાસેથી પાલિકાએ ઉઘરાવ્યો ૨૮ લાખ રૂપિયાનો દંડ; હવે વધશે દંડની રકમ, જાણો વિગત

અહીં  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે પણ પાંચ કરોડ વેક્સિન માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. જેમાં 8 બીડર આગળ આવ્યા હતા. જોકે તે લોકો વેક્સિનના મૅન્યુફેક્ચરર નથી. તેઓ ઇન્ટરમિડિયેટર છે. એથી મહારાષ્ટ્ર સરકાર હાલ થોભો અને રાહ જોવાની નિતી પર હોવાનું મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાના અધિકારીનું કહેવું છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version