ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય વારંવાર લૉકડાઉન સહન નથી કરી શકતું, એટલે લોકો સતર્ક રહે. કોરોનાથી મુક્તિ મેળવવા એક અભિયાન ચલાવવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે ત્રીજી લહેર દરવાજા સુધી પહોંચવી જોઈએ નહીં. તેને બહારથી ભગાડી દો.
મુખ્ય પ્રધાને નાશિક, કોંકણ અને પુણેના સરપંચો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ કરી ચર્ચા કરી હતી. કોરોનાની બીજી લહેર પર કેવી રીતે કાબૂ મેળવ્યો એ મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ અને કહ્યું હતું કે બીજી લહેર ખતમ થવામાં જ છે. કોરોના મહામારીના સંકટમાં કોરોનામુક્તિ માટે એક આંદોલન કરવું જોઈએ એવુ પણ તેમણે કહ્યુ હતું. સરકારે જે ઉપાયો સૂચવ્યા છે એ જો સંપૂર્ણપણે લાગુ કરવામાં આવે તો એક પખવાડિયામાં બધાં ગામ અને શહેરો કોરોનામુક્ત થઈ શકે છે.
કોંકણના આ જિલ્લામાં ફાટી શકે છે વાદળ; હવામાન વિભાગે કરી આ મહત્ત્વપૂર્ણ આગાહી
કૉન્ફરન્સિંગ દરમિયાન મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું કે પહેલી અને બીજી લહેરમાં કરેલી ભૂલો વારંવાર ન થવી જોઈએ. અમે વારે વારે લૉકડાઉન સહન નથી કરી શકતા. ગામ, જિલ્લા અને શહેરોએ આખા રાજ્યને કેવી રીતે કોરોનામુક્ત થઈ શકે એ માટે પહેલ કરવી જોઈએ. આ કામ આંદોલનની માફક થવું જોઈએ. જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી બધાએ પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરવું જોઈએ એવું પણ તેમણે કહ્યું હતું.
