Site icon News Continuous Bureau | Mumbai

નારાયણ રાણેને હજી પણ રાહત નહીં, હવે નાશિક પોલીસે મોકલી નોટિસ, 2 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે આપત્તિજનક વિધાન કરનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને જામીન તો મળી ગયા છે, છતાં તેમને હજી રાહત મળી નથી. હવે નાશિક  સાયબર પોલીસ સ્ટેશનમાં નારાયણ રાણે વિરુદ્ધ નોંધાયેલી FIRને મુદ્દે નાશિક પોલીસે નોટિસ મોકલી છે. તેમને 2 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રમાં જનયાત્રા કાઢનારા નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એથી તેમની સામે નાશિકમાં ગુનો નોંધાયા બાદ રત્નાગિરિમાં પણ ગુનો  નોંધાયો હતો. નાશિક પોલીસ તેમની ધરપકડ માટે ચિપલૂણ ગઈ હતી, જોકે તે અગાઉ રત્નાગિરિમાં પણ ગુનો નોંધાયો હોવાથી તેમની રત્નાગિરિ પોલીસે ધરપકડ કરી હતી. રાતના રાયગઢના મહાડ કોર્ટમાંથી તેમને શરતી જામીન મળ્યા હતા. એ મુજબ રાણેને 31 ઑગસ્ટ અને 13 સપ્ટેમ્બરના પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. તેમ જ ભવિષ્યમાં આ પ્રકારનાં નિવેદનો આપવાથી દૂર રહેવું પડશે. જોકે હવે નારાયણ રાણેને નાશિક પોલીસની નોટિસ મળી છે, તેથી 2 સપ્ટેમ્બરના નાશિકમાં હાજર થવું પડશે. તપાસમાં સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું હોવાથી હાલ રાણેની ધરપકડની આવશ્યકતા ન હોવાનું નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું હતું.

Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Anand Dubey Resigns Shiv Sena UBT શિવસેના UBT ને મોટો ફટકો ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રવક્તા અને હિન્દી ચહેરો આનંદ દુબેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Ramayana Ramtek Event Cancelled મહારાષ્ટ્રમાં ગંભીર દુકાળની સ્થિતિ નાગપુરના રામટેક ખાતે યોજાનારો ભવ્ય રામાયણ ઉત્સવ રદ
Exit mobile version