ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
05 ઓગસ્ટ 2020
કોરોનાના કપરા કાળમાં સ્કૂલ ફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. જે અંતર્ગત કોર્ટે કહ્યું છે કે, "ટ્યુશન ફી સિવાયની કોઈપણ જાતની વધારાની ફી ખાનગી શાળાઓ વસુલી શકશે નહિ."
આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, કોરોનાના આર્થિક મંદીના કાળમાં "વાલીઓને રાહત મળે તે માટે સરળ હપ્તાની વ્યવસ્થા ઉભી કરવાની ટકોર કરી છે. આ સાથે કહેવામાં આવ્યું કે, બાળકોના ભવિષ્યની ચિંતા કરવી એ શાળા સંચાલકો અને સરકારની જવાબદારી છે."
નોંધનીય છે કે રાજ્યમાં હાલ શાળાઓ બંધ હોવા છતાં પણ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી તમામ પ્રકારની ફી વસૂલવા માટે દબાણને કરવામાં આવતું હતું. જેના અંતે સર્જાયેલા ફી વિવાદમાં ગુજરાત હાઇ કોર્ટ ઉપરોક્ત ફરમાન આપ્યું છે.
તાજેતરમાં જ રાજ્યના વાલીમંડળે, 'જ્યાં સુધી ગુજરાત હાઇ કોર્ટનો આખરી ફેંસલો ન આવે ત્યાં સુધી ફી નહીં ભરવાની' વાલીઓને અપીલ કરી હતી. વાલીમંડળે એવું જાહેર કર્યું હતું કે જ્યાં સુધી હાઇ કોર્ટમાં ફી મુદ્દે અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી વાલીઓ ફી ભરશે નહીં, સાથે જ સ્કૂલ સંચાલકો પણ વાલીઓ પર ફી ભરવાનું દબાણ કરે નહીં. કારણ કે આ પહેલા સ્કૂલ સંચાલકોએ શિક્ષણ વિભાગને લેખિતમાં આપ્યું હતું કે તેઓ વધારાની ફી મુદ્દે કોઈ જોર જબરદસ્તી કરશે નહીં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
