Site icon News Continuous Bureau | Mumbai

Noida Viral Video: પાડોશીઓ બન્યા દેવદૂત, નોએડામાં 12માં માળેથી ઝંપલાવીને આપઘાત કરનાર યુવકને આ રીતે બચાવ્યો

Noida Viral Video: નોઈડાના સેક્ટર 74, સોસાયટીમાં બિલ્ડિંગના 12મા માળેથી આત્મહત્યાનો પ્રયાસ કરતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ 12મા માળેથી નીચે કૂદતો જોવા મળે છે. સાથે જ સોસાયટીના લોકો તેને આવું કરવા માટે મનાઈ કરી રહ્યા છે. તેથી કેટલાક લોકોએ સતર્કતા બતાવીને યુવકને પાછળથી પકડીને ઉપર તરફ ખેંચ્યો હતો. વિડિઓ જુઓ

Noida Viral Video Noida Man Attempts Suicide From 12th Floor Of Society, Residents Come To Rescue Watch Viral Video

Noida Viral Video Noida Man Attempts Suicide From 12th Floor Of Society, Residents Come To Rescue Watch Viral Video

News Continuous Bureau | Mumbai

Noida Viral Video:  ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 74 સ્થિત એક  હાઉસિંગ સોસાયટીમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ 12માં માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા અને સોસાયટીમાં અફરા-તફરી મચી ગઈ હતી.

Join Our WhatsApp Channel

Noida Viral Video:  સોસાયટીના લોકોએ સતર્કતા દાખવીને યુવકને બચાવી લીધો 

દરમિયાન સોસાયટીના કેટલાક લોકોએ સતર્કતા દાખવીને યુવકને પાછળથી પકડી લીધો હતો અને તેને સુરક્ષિત બચાવી ( Rescue )  લીધો હતો. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Noida Viral Video:  જુઓ વિડીયો 

Noida Viral Video:   યુવક ડિપ્રેશનથી પીડિત

મળતી માહિતી મુજબ, સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન સેક્ટર-113 વિસ્તાર હેઠળ સેક્ટર-74 સ્થિત  સોસાયટીના 12મા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીના રહેવાસીના જણાવ્યા અનુસાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવક આ સોસાયટીનો રહેવાસી નથી. તે લગભગ ત્રણ વર્ષ સુધી તેના પરિવાર સાથે રહેતો હતો. આ પછી, ઓગસ્ટ 2024 માં, તે તેના પરિવાર સાથે સેક્ટર-49 વિસ્તારમાં શિફ્ટ થયો, તેના કહેવા મુજબ, યુવક ડિપ્રેશન ( Depression ) થી પીડિત છે.

આ સમાચાર પણ વાંચો :  Snake CPR Video: અહો આશ્ચર્યમ!… જેના ફૂંફાડા માત્રથી લોકો ડરે છે, તેને CPR આપીને બચાવાયો જીવ.. જુઓ વાયરલ વીડિયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version