Site icon

કમાલ છે! હવે ઝૂંપડપટ્ટીમાં પહેલા માળે ઘર ઘરાવનારને પણ અલગ ઝૂંપડું જાહેર કરાશે? રાજ્ય સરકારનું પૉઝિટિવ વલણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ અત્યાર સુધી ફક્ત પ્લૉટ પર રહેલા ઝૂંપડાંને માન્ય રાખીને 1 જાન્યુઆરી, 2000 સુધીનાં ઘરોને મફત ઘર આપવામાં આવે છે. ત્યાર બાદ 1 જાન્યુઆરી, 2011 સુધીના ઝૂંપડાધારકો પાસેથી પૈસા લઈને ઘર આપવામાં આવે છે. હવે જોકે ઝૂંપડપટ્ટીના પહેલા માળે ઘર ધરાવનારને પણ ઘર માટે પાત્ર ગણવા બાબતે સરકાર વિચાર કરી રહી છે. સરકારના ન્યાય અને વિધી ખાતાએ એ માટે સકારાત્મક અભિપ્રાય આપ્યો છે. એથી લાખો આવા ઝૂંપડાધારકોને આશા જાગી છે. અત્યાર સુધી ઝૂંપડાના પહેલા માળે રહેલા ઘરને મફતના ઘર માટે અપાત્ર ગણવાનો કાયદો છે.

ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ 2017માં આ બાબતે રજૂઆત કરી હતી. સરકારના ન્યાય અને વિધી ખાતા પાસે અભિપ્રાય માગવામાં આવ્યો હતો. જેમાં હાલમાં  જ તેમણે  ઝૂંપડાના પહેલા માળે રહેનારા ઝૂંપડાધારકોનો સમાવેશ પણ ઝૂંપડપટ્ટી કાયદા 2017માં  સુધારા બાદ થયો હોવાનું કહ્યું હતું.તેથી પહેલા માળે રહેનારા ઝૂંપડાધારકો પણ ઘર માટે પાત્ર ઠરે છે એવો અભિપ્રાય તેમણે આપ્યો છે.

કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફનો વારો કાઢ્યો, સેંકડો કરોડોની બેનામી સંપત્તિની વિગત જાહેર કરી; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે સરકારના અગાઉના કાયદા મુજબ ઝૂંપડાના પહેલા માળે રહેનારા લોકો ઘરને પાત્ર નથી ગણાતા. તેમ જ કોર્ટે પણ આ ઝૂંપડાધારકોને અપાત્ર ગણાવ્યા હતા, પરંતુ ઝૂંપડપટ્ટી કાયદામાં થયેલા સુધારાને કારણે હવે આ લોકો પણ ઘરને પાત્ર ઠરશે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version