ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
હવે પશ્ચિમ બંગાળમાં કોરોના રસીકરણના પ્રમાણપત્રને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. બંગાળ સરકારે નિર્ણય કર્યો છે કે રસીકરણના ત્રીજા તબક્કામાં જે પ્રમાણપત્રો આપવામાં આવશે એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહીં, પણ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનો ફોટો હશે.બંગાળ સરકારના આ નિર્ણયથી ભાજપ ગુસ્સે છે.
ભાજપના પ્રવક્તા સામિક ભટ્ટાચાર્યે કહ્યું છે કે “તૃણમૂલ કૉન્ગ્રેસ વડા પ્રધાનપદના ગૌરવનું સન્માન નથી કરી રહ્યા. તે બંગાળમાં એક અલગ આશ્રિત દેશની જેમ વર્તે છે. તૃણમૂલ એ માનવા તૈયાર નથી કે પશ્ચિમ બંગાળ ભારતનું એક રાજ્ય છે.” જોકેબંગાળમાં ચૂંટણી દરમિયાન પણ રસીકરણના પ્રમાણપત્ર પર મોદીના ફોટા પર તૃણમૂલે વાંધો ઉઠાવ્યો હતો. તૃણમૂલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે એ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે.
મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર સ્ટ્રૉક કે પછી સુપર ફ્લૉપ નિર્ણય; વધુ વિગત જાણો અહીં
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અનેક કૉન્ગ્રેસ શાસિત રાજ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે વેક્સિન રાજ્યના ખર્ચે ખરીદવામાં આવે છે તો તેના પર મુખ્ય પ્રધાનની જગ્યાએ વડા પ્રધાનનો ફોટો કેમ? ત્યાર બાદ ઝારખંડ અને છત્તીસગઢ જેવાં રાજ્યોએ પણ વડા પ્રધાન મોદીનો ફોટો સર્ટિફિકેટ પર ન આપતાં મુખ્ય પ્રધાનના ફોટા સાથે સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કર્યો હતો.
