News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં બહુ જલદી હવે રેશનિંગ(rationing shop)ની દુકાનોમાં શાકભાજી અને ફળો (Fruit and vegetable)વેચવાની છૂટ આપવામાં આવવાની છે. તેની શરૂઆત મુંબઈ(Mumbai), થાણે(Thane) અને પુણે(Pune) જિલ્લામાંથી કરવામાં આવશે. રાજ્યની રાશન (rationing shop_ની કે નાની દુકાનોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકારે (MVA Govt)આ નિર્ણય લીધો છે.
રાજ્યમાં 50,000 થી વધુ નાની ઓછા ભાવે સામાન વેચનારી દુકાનો છે. માત્ર અનાજના વેચાણ પર નિર્ભર આ દુકાનદારો(Shopekeepers)ની આવક વધારવા માટે તેમને વિવિધ સામાન અને ઉત્પાદનો વેચવાની છૂટ આપવામાં આવી છે. એ જ રીતે, સરકારે હવે નોંધાયેલ ખેડૂત ઉત્પાદન કંપનીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી અને ફળોને વાજબી ભાવની દુકાનોમાંથી દ્વારા વેચવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે
તદનુસાર, રાજ્ય સરકારે હવે પ્રાયોગિક ધોરણે મુંબઈ, થાણે અને પુણે જિલ્લામાં વાજબી ભાવની દુકાનોમાંથી શાકભાજી અને ફળો વેચવા માટે છ મહિના માટે પરવાનગી આપી છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે સોમવારે આ અંગે સરકારી આદેશ જારી કર્યો છે.
