Site icon

NSDC : રોજગારની વૈશ્વિક માંગને અનુરૂપ યુવાનોનો કૌશલ્ય વિકાસ કરીશું: મંગલ પ્રભાત લોઢા

NSDC : મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય વિકાસ સોસાયટી, કૌશલ્ય કમિશનરેટ, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા.

NSDC We will develop skills of youth to meet the global demand of employment Mangal Prabhat Lodha

NSDC We will develop skills of youth to meet the global demand of employment Mangal Prabhat Lodha

News Continuous Bureau | Mumbai 

NSDC : રાજ્યમાં કુશળ યુવાપેઢી તૈયાર કરવાનાં અભિયાનનાં ભાગરૂપે મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી ( Maharashtra State Skill Development Society ) , કમિશ્નરેટ ઑફ સ્કીલ્સ, એમ્પ્લોયમેન્ટ, આંત્રપ્રિન્યોરશિપ અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) વચ્ચે સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા જે મહારાષ્ટ્ર ઈન્ટરનેશનલની આંતરરાષ્ટ્રીય સુવિધાને ગતિમાન કરવામાં વિશેષ ઉપયોગી થશે. રાજ્યમાં આવા છ સુવિધા કેન્દ્રો છે. કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશન મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ પ્રસંગે જ્ણાવ્યું હતું કે સરકાર વિશ્વમાં રોજગારની માંગને પહોંચી વળવા અને વિદેશમાં રોજગારી પૂરી પાડવા માટે યુવા પેઢીમાં કૌશલ્ય વિકાસનું સિંચન કરશે.

Join Our WhatsApp Community

મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલી આંતરરાષ્ટ્રીય સુવિધા મહારાષ્ટ્ર ઈન્ટરનેશનલ દ્વારા વિદેશમાં કામ કરવા ઈચ્છતા ઉમેદવારોને તમામ પ્રકારની રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે. વિશ્વના દરેક ક્ષેત્રમાં રોજગારીની તકોની માહિતી વિદ્યાર્થીઓને મળે તો તેમને સમાન પ્રકારનું શિક્ષણ આપવાનું શક્ય બનશે. હાલમાં થયેલા એમઓયુને કારણે મહારાષ્ટ્ર સરકાર વધુ સારી રીતે કામ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા ( DIgital India ) દ્વારા દેશભરમાં અનેક પ્રવૃત્તિઓ અમલમાં આવી રહી છે.

આ અભિયાનનાં ભાગરૂપે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના માર્ગદર્શન હેઠળ, કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા ઘણી નવીન પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, એમ મંત્રી શ્રી લોઢાએ જણાવ્યું હતું. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) ના ડાયરેક્ટર વેદ મણિ તિવારીએ કહ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. અમને એ વાતનો ગર્વ છે કે અમે યુવાન છીએ કારણ કે વસ્તી ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથમાં વધુ છે. જો કે, આ તાકાતને ધ્યાનમાં રાખીને, આ વય જૂથના યુવાનોએ બદલાતા સમયને ઓળખવાની અને તેમના કૌશલ્ય વિકાસને મજબૂત કરવાની જરૂર છે

આ સમાચાર પણ વાંચો : Mumbai : ભારતનાં ઉપરાષ્ટ્રપતિનું અપમાનનાં વિરોધમાં મંગલ પ્રભાત લોઢાના નૈતૄત્વમાં યોજાઇ વિરોધ રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કિલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપ્યું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર, જાપાનમાં કામકાજની ઉંમર ધરાવતા લોકોની વસ્તી ઘટી રહી છે. આવા દેશો કુશળ માનવબળની માંગ કરી રહ્યા છે. ભારતમાં યુવા વયજૂથનું પ્રમાણ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૬૨ ટકાથી વધીને ૬૮ ટકા થઈ જશે. આવી સ્થિતિમાં આપણા દેશને વિશ્વ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું કુશળ માનવબળ બનાવવાની તક મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સાથેના આજના કરારથી રાજ્યના યુવાનોને ચોક્કસપણે ફાયદો થશે.

આ પ્રસંગે મહારાષ્ટ્ર સ્ટેટ ઈનોવેશન સોસાયટી અને મહારાષ્ટ્ર સ્ટેટ સ્કીલ ડેવલપમેન્ટ સોસાયટીની બે નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્ર ઈન્ટરનેશનલના ટેલિગ્રામ, વોટ્સએપ ચેનલ, લિંક્ડઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version