ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ઓડિશા સરકારે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા શટલર પ્રમોદ ભગત ને 6 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ સાથે, ખેલાડીને સરકાર દ્વારા ગ્રુપ Aની નોકરીની ઓફર પણ કરવામાં આવી છે. રમતગમત અને યુવા સેવા વિભાગે આની પુષ્ટિ કરી છે.
ભગતે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 2-0થી હરાવીને મેન્સ સિંગલ્સ SL3 માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો
ઉલ્લેખનીય છે કે ભારતીય ટુકડીએ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ 2020માં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 19 મેડલ સાથે અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યું છે.