Site icon

Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોના સિઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પૂરી કરવાના હેતુથી ઓખા-શકુર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે આવેલ) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

Western Railway ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

Western Railway ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

News Continuous Bureau | Mumbai

Western Railway પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોના સિઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પૂરી કરવાના હેતુથી ઓખા-શકુર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે આવેલ) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. તેની વિગતો આ મુજબ છે:

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09523/09524 ઓખા–શકુર બસ્તી સ્પેશિયલ (સાપ્તાહિક) [20 ટ્રીપ]

ટ્રેન નંબર 09523 ઓખા–શકુર બસ્તી સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 10:35 વાગ્યે શકુર બસ્તી પહોંચશે. આ ટ્રેન 23 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 શકુર બસ્તી–ઓખા સ્પેશિયલ દર બુધવારે શકુર બસ્તીથી 13:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 13:50 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 24 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર, 2025 સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે 

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બેવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઊભી રહેશે.

આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઈકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.

ટ્રેન નંબર 09523નું બુકિંગ 11 સપ્ટેમ્બર, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, કોચની સંખ્યા અને સમય વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version