Site icon

Ola Uber : ઓલા-ઉબેરના ડ્રાઈવરોની મનમાની આવશે નિયંત્રણમાં, જો હવે રાઈડ કેન્સલ કરશે તો થશે આટલા રૂપિયાનો દંડ, મુસાફરોને થશે ફાયદો..

Ola Uber : ઓલા, ઉબેર ડ્રાઇવરો પિકઅપ લોકેશન સુધી પહોંચવામાં ઘણી વાર વિલંબ કરે છે. જેથી મુસાફરો કંટાળીને ભાડું કેન્સલ કરી દે છે, પરંતુ હવે ડ્રાઈવરને 10 મિનિટ કંપનીની અને 10 મિનિટ વધારાની આપવામાં આવશે. જો પહોંચવામાં 20 મિનિટથી વધારે મોડું કરશે તો ડ્રાઈવરને દંડ પણ ભરવો પડશે..

Maharashtra ola uber cancellation of booking the money will go to the customers

ઓલા-ઉબેરના ડ્રાઈવરોની મનમાની આવશે નિયંત્રણમાં, જો હવે રાઈડ કેન્સલ કરશે તો થશે આટલા રૂપિયાનો દંડ, મુસાફરોને થશે ફાયદો..

 News Continuous Bureau | Mumbai

Ola Uber : પહેલા આપણે મુસાફરી કરવા માટે કાળી અને પીળી ટેક્સીનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આજના ઝડપી જીવનમાં, જ્યારે આપણે ટેક્સી કહીએ છીએ ત્યારે સૌ પ્રથમ Ola Uber યાદ આવે છે. ઓછા પૈસામાં સરળ મુસાફરી માટે આપણે Ola Uber પસંદ કરીએ છીએ.

Join Our WhatsApp Community

સારી અને સરળ મુસાફરી કરવા અને લાંબા અંતરને કાપવા માટે આપણે ઘણીવાર Ola, Uber દ્વારા મુસાફરી કરીએ છીએ. ઘણા લોકો નથી ઈચ્છતા કે મુસાફરી ગીચ અથવા અસ્તવ્યસ્ત હોય. તેથી Ola Uber અનુકૂળ લાગે છે. જો કે આજકાલ આપણે જયારે ઓલા-ઉબેર બુક કરાવીએ છીએ ત્યારે તે ઝડપથી આવતી નથી અથવા ઘણી વાર બુકિંગ કન્ફર્મ કર્યા પછી પણ કેન્સલેશનનો મેસેજ મળે છે. પરંતુ હવે આ પ્રવાસ ગ્રાહકો માટે પહેલા કરતાં વધુ સુવિધાજનક બનવા જઈ રહ્યો છે; કારણ કે Ola અને Uber કેબને લઈને ગ્રાહકો માટે એક નવો નિયમ આવ્યો છે.

હાઈકોર્ટે ઉઠાવ્યા પ્રશ્નો

હાઈકોર્ટે ચોક્કસ નિયમો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા કે ઓલા અને ઉબેર કઈ સેવાઓ હેઠળ કામ કરે છે અને શું તેઓ ગ્રાહકલક્ષી નીતિઓનું પાલન કરે છે. હાઈકોર્ટની ટિપ્પણી બાદ રાજ્ય સરકારે મહારાષ્ટ્ર મોટર વ્હીકલ એગ્રીગેટ નિયમો તૈયાર કરવા માટે એક સમિતિની નિમણૂક કરી છે. આ નિયમો રાજ્ય પરિવહન કમિશનર દ્વારા ટૂંક સમયમાં રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. સરકારની મંજુરી મળતાં જ તેનો અમલ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Gulab Jamun Recipe: રક્ષાબંધન પર ઘરે જ બનાવો કંદોઈ જેવા ગુલાબ જાંબુ, નોંધી લો આ સરળ રેસિપી

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ અંગે ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવરે જણાવ્યું હતું કે કેબ સર્વિસ ઓલા, ઉબેર એપ અંગે નીતિ નક્કી કરવા માટે નિમાયેલી સમિતિએ વ્યાપક પાસાઓને ધ્યાનમાં લઈને જોગવાઈઓ કરી છે. આ રિપોર્ટ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં સરકારને સુપરત કરવામાં આવશે.

નવા નિયમ શું છે?

– ઓલા, ઉબેર સાથે કેબ બુક કરાવવા બાદ જો ડ્રાઈવર બુકિંગ કેન્સલ કરે તો 50 થી 75 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પૈસા કેબ બુક કરાવનારા મુસાફરના ખિસ્સામાં જશે.
– એવી ફરિયાદો છે કે ઓલા અને ઉબેર નિયમિત ટેક્સીઓ કરતાં 4 થી 5 ગણો વધારે ચાર્જ વસુલ કરે છે. તેને રોકવા માટે મહત્તમ ભાડા દર નક્કી કરવામાં આવશે.
– સંબંધિત ડ્રાઈવરે વીમો લેવો જોઈએ અને કંપનીએ મુસાફરોનો પણ વીમો લેવો જોઈએ.
– મુસાફરને ડ્રાઈવર વિશે જાણવા માટે ડ્રાઈવરનું ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવશે.
– ઓલા, ઉબેર ડ્રાઇવરો પિકઅપ લોકેશન સુધી પહોંચવામાં ઘણી વાર વિલંબ કરે છે. જેથી મુસાફરો કંટાળીને ભાડું કેન્સલ કરી દે છે, પરંતુ    હવે ડ્રાઈવરને 10 મિનિટ કંપનીની અને 10 મિનિટ વધારાની આપવામાં આવશે. જો પહોંચવામાં 20 મિનિટથી વધારે મોડું કરશે તો ડ્રાઈવરને દંડ પણ ભરવો પડશે..
– પ્રાદેશિક પરિવહન અધિકારી (RTO) પાસે હવે Ola, Uber એપ અથવા સંબંધિત કેબ ખરાબ હાલતમાં હોય તો ડ્રાઇવરોને દૂર કરવાની સત્તા હશે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version