ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો થયો છે.
મુંબઈ, નાશિક, પુણે અને ઔરંગાબાદ જેવા શહેરોમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
હવામાનશાસ્ત્રીઓના મતે રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના છે.
આ દરમિયાન વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની ધારણા છે.
