Site icon

સંજય રાઉતનો વધુ એક બફાટ- આનંદ દિધે મારા કારણે ધર્મવીર બન્યા- જાણો બીજું શું કહ્યું

MLAs of all parties unite against Sanjay Raut demand Infringement of rights Legislature be called Chor Mandal

સાંસદ સંજય રાઉતના આ નિવેદનથી વિધાનસભામાં થયો ભારે હોબાળો, ભાજપે કરી કાર્યવાહીની માંગ

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)ના બળવાખોર નેતાઓનું પલડું દિવસેને દિવસે વજનદાર બની રહ્યું છે ત્યારે બફાટ કરવા માટે જાણીતા શિવસેના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે(MP Sanjay Raut) વધુ એક વખત બફાટ કર્યો છે. જોકે આ વખતે તેમના બફાટને કારણે થાણેમાં શિવસૈનિકો(Shivsainik)માં નારાજગી વ્યાપી ગઈ છે.

Join Our WhatsApp Community

શિવસેનાના આક્રમક નેતા આનંદ દિધે(Anand Dighe) મારા કારણે ધર્મવીર બન્યા હતા એવો સંજય રાઉતે દાવો કર્યો છે, તેને કારણે ખળભળાટ મચી ગયો છે. સંજય રાઉતે કહ્યું હતું કે જ્યારે તેઓએ એક પત્રકાર તરીકે આનંદ દિધેની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે કે ગદ્દારોને માફ ન કરી શકાય. 

આ સમાચાર પણ વાંચો  : મહારાષ્ટ્રમા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા તમામ પાવર- સાથે આ પ્રસ્તાવ પણ થયા પાસ- જાણો શું છે તે પ્રસ્તાવ

આ મુલાકાત બાદ આનંદ દિઘે સામે કેસ થયો અને તેમણે જેલમાં જવું પડ્યું હતું અને ત્યારપછી આનંદ દિઘે લોકોમાં ધર્મવીર(Dharmveer) તરીકે ઓળખાતા થયા હતા.

હાલ શિવસેના પક્ષ પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Shivsena Chief CM Uddhav Thackeray) સામે બળવો કરનારા એકનાથ શિંદે(Eknath Shinde)ને શિવસેનામાં આગળ લાવનાર આનંદ દિઘે જ હતા. આ સંદર્ભમાં સંજય રાઉતે રવિવારે દહિસરમાં શિવસેનાના મેળાવડામાં આવું વિવાદાસ્પદ વિધાન કર્યું હતું. તેમણે એકનાથ શિંદે પર એવો પણ કટાક્ષ કર્યો હતો કે તમને જે તાકાત મળી છે એ શિવસેનાને લીધે મળી છે.

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version