News Continuous Bureau | Mumbai
One Nation One Challan: હવે ટ્રાફિકના ઉલ્લંઘન કરનારાઓ માટે ચલણથી બચવું અત્યંત મુશ્કેલ બનશે, કારણ કે રાજ્યએ ( Gujarat ) વન નેશન વન ચલણ પ્રોજેક્ટ હેઠળ 16 જાન્યુઆરીથી ગુજરાતના તમામ મોટા શહેરોમાં મોબાઇલ ઇ-ચલણ એપ્લિકેશન ( Mobile e-challan application ) શરૂ કરી છે. આ પહેલ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી દેશભરમાં મનાવવામાં આવતા રોડ સેફ્ટી મહિનાનો એક ભાગ રુપે રહેશે.
નવી એપ નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર ( NIC ) ની મદદથી તૈયાર કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસ ઈ-ચલણ ( e-challan ) જનરેટ કરવા માટે તર્કશ એપ ( Tarkash app ) નો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે મોબાઈલ ઈ-ચલણ એપનો ઉપયોગ કરીને ચલણ જારી કરવામાં આવશે. હેલ્મેટ અને સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા તેમજ ખોટા પાર્કિંગ સહિત તમામ ટ્રાફિક ઉલ્લંઘન ( Traffic violation ) માટે મોબાઈલ ઈ-ચલણ દ્વારા ચલણ જારી કરવામાં આવશે.
તમામ વાહનચાલકોના આરટીઓ ( RTO ) ડેટા આ એપમાં ઉપલબ્ધ રહેશે….
એક રિપોર્ટ મુજબ, આ એપ્લિકેશન ટ્રાફિક નિયમોના ( traffic rules ) ઉલ્લંઘન કરનારાઓને સીધા તેમના ફોન દ્વારા તરત જ દંડ ચૂકવવાની મંજૂરી આપે છે અથવા તેઓ ઈ-ચલાન જનરેટ થયાના 90 દિવસની અંદર તેને ચૂકવી શકે છે. જો ઉપરોક્ત સમયગાળામાં દંડની ચુકવણી કરવામાં નહીં આવે, તો તેને વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો તેમાં પણ 45 દિવસ સુધી ચલણ ચૂકવવામાં નહીં આવે તો તેને ફિઝિકલ કોર્ટમાં મોકલવામાં આવશે. એકવાર તે આ ચલણ અદાલતમાં પહોંચી જાય તો, પછી કોર્ટ દ્વારા ગુનેગારને સમન્સ મોકલી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના MTHL બ્રિજ પર ઓટો રિક્ષાની તસ્વીરો વાયરલ થયા બાદ.. 24 વર્ષીય ઓટો ડ્રાઈવર સામે કેસ નોંધાયો..
નવી એપ વિશે રસપ્રદ બાબત એ છે કે એકવાર ઈ-ચલાન જનરેટ થઈ જાય તે તરત જ સંબંધિત RTOને મોકલવામાં આવે છે. આનો અર્થ એ છે કે જ્યાં સુધી તમામ બાકી લેણાં ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાહન માલિક વાહન વેચી કે ટ્રાન્સફર કરી શકશે નહીં. અત્યારે શું થાય છે કે જ્યારે ઈ-ચલાન જનરેટ થાય છે ત્યારે થોડા સમયના અંતરાલ પછી RTOમાં તે માહિતી અપડેટ થાય છે. રાજ્યની બહારનાને પણ પોલીસ આ એપ દ્વારા સરળતાથી દંડ કરી શકે છે. આ એપ દેશભરના આરટીઓ સાથે જોડાયેલ હોવાથી, કોઈપણ રાજ્યના પોલીસ માટે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને શોધીને દંડ કરવામાં સરળતા રહેશે.
આ ઈ-ચલાન એપ્લિકેશનના ઘણા ફાયદા છે. અત્યાર સુધી એવું થયું કે જ્યારે એક ડ્રાઈવરને રોકવામાં આવ્યો ત્યારે પોલીસે તેની પાસે તેનું લાઇસન્સ અને અન્ય દસ્તાવેજો માંગે છે જેમાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આ વ્યક્તિની આરટીઓનો તમામ ડેટા આ એપમાં ઉપલબ્ધ રહેશે અને તેથી પોલીસ વાહન નંબર દાખલ કરીને અને તેનો ડેટા મેળવી શકે છે અને ચલણ જારી કરી શકશે. જે ઉલ્લંઘનકર્તાઓ સ્થળ પર દંડ ભરશે તેમને ફોન પર રસીદ મળશે. આ એપમાં ડ્રાઈવરના નિયમ ઉલ્લંઘનનો ઈતિહાસ પણ જોઈ શકશે અને તે મુજબ ચલણ ઈશ્યુ કરી શકશે. તદુપરાંત, તમામ આરટીઓનો હાલનો ડેટા આ એપમાં હોવાથી, રાજ્ય બહારના ઉલ્લંઘનકારો કાયદાના હાથમાંથી છટકી શકશે નહીં.
