ONGC Hazira Plant: ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ પહેલ, ONGC હજીરા પ્લાન્ટ દ્વારા યોજાઈ વોકેથોન, જુઓ ફોટોસ

ONGC Hazira Plant: ઓએનજીસી હજીરા પ્લાન્ટ દ્વારા ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે ‘સક્ષમ વોકેથોન યોજાઈ

ONGC Hazira Plant Special initiative for energy conservation and environmental awareness

News Continuous Bureau | Mumbai

ONGC Hazira Plant: સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ-2025) ના ભાગરૂપે ONGC હજીરા કોલોનીના રહેવાસીઓએ ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે આજે વહેલી સવારે ‘આઓ પૈદલ ચલે’ થીમ પર વોકેથોન યોજી હતી. જેમાં ONGC કર્મચારીઓ, તમામ પર્યાવરણ પ્રેમી પરિવારજનો ઊર્જા કાર્યક્ષમતા, સ્વચ્છ ઉર્જા અપનાવવા અને પર્યાવરણનું રક્ષણ કરે એવા સંસાધનોના વપરાશના હેતુ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ હેતુને લોકો સુધી પહોંચાડવા માટે સૌ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પગપાળા ચાલ્યા હતા. જેમાં હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે નૉન-રિન્યુએબલ એનર્જી સોર્સીસને બચાવીને રિન્યુએબલ એનર્જીના ઉપયોગના પ્રોત્સાહન આપીને પ્રદૂષણ ઘટાડવાનો સંદેશ આપ્યો હતો.

Join Our WhatsApp Community

ONGC Hazira Plant Special initiative for energy conservation and environmental awareness

 આ સમાચાર પણ વાંચો:  ‘ઓપરેશન ટાઇગર’ વચ્ચે ઉદ્ધવ ઠાકરે આવ્યા એક્શનમાં, આ તારીખે સાંસદો અને ધારાસભ્યોની બોલાવી અલગ-અલગ બેઠક..

 વોકેથોનના માધ્યમથી આજે નાના પગલાઓ આવતીકાલને સ્વચ્છ, હરિયાળી તરફ દોરી શકે છે એવો સૌએ એકસૂરે મત વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, પર્યાવરણ સુરક્ષા તેમજ પુન:પ્રાપ્ય ઉર્જાના ઉપયોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version