Site icon News Continuous Bureau | Mumbai

હવે ડુંગળીના ઉત્પાદકોનો રોવાનો વારોઃ 5 જૂનના નાશિકમાં કાંદા પરિષદ.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

ડુંગળીના ભાવ(Onion prices) સામાન્ય રીતે  ગ્રાહકોને રડાવે છે પણ હવે રોવાનો વખત કાંદાના ઉત્પાદકોને આવ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ ડુંગળીનું વાવેતર (Onion planting) કરનારા મુશ્કેલીમાં મુકાયા છે. 

ડુંગળીને ખૂબ ઓછા દરો મળતાં, ઉત્પાદન ખર્ચ(Production costs) મુશ્કેલ બન્યો છે. આ મુદ્દા પર રાજ્યના જુદાં જુદાં ખેડુતોના સંગઠનો(Farmers Association) આક્રમક બન્યા છે. તેમાં હવે રાયત ક્રાંતી સંગઠનના વડા સદાભાઉ ખોત(Sadabhau Khot) દ્વારા પણ રાજ્ય સરકારને ચેતવણી આપવામાં આવી  છે.

સદાભાઉ ખોતે સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે ખેડુતોની આંખમાં આવનારા દરેક આંસુની કિંમત સરકારે ચૂકવવી પડશે. પોતાનો આક્રોશ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે 5 જૂને, ડુંગળીના ઉત્પાદકોએ ડુંગળીની પરિષદનું આયોજન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  કેરળમાં મેઘરાજાની પધરામણી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું આગમન; હવામાન વિભાગે કરી આ આગાહી 

નાશિક જિલ્લાના(Nashik district) ખેડૂતોએ  5 જૂન, 2022 ના રોજ નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના રુઇ ગામમાં ડુંગળીના ઉત્પાદકોનું એક ગ્રાન્ડ ડુંગળી પરિષદનું આયોજન કર્યું છે. રાજ્યના ભૂતપૂર્વ રાજ્ય પ્રધાનના ધારાસભ્ય સદાભાઉ ખોત અને ભૂતપૂર્વ નાણાપ્રધાન સુધીર મુંગંતીવર આ પરિષદમાં હાજર રહેવાના છે.

હાલમાં ડુંગળીની કિંમતો 1 રૂપિયાથી 3 રૂપિયા છે. તેથી, ડુંગળી ઉત્પાદકો મુશ્કેલીમાં છે. કેટલાક સ્થળોએ ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.
 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version