Site icon News Continuous Bureau | Mumbai

અનુભવી ગ્રૅજ્યુએટ માટે મુંબઈ મહાનગરપાલિકામાં ઉચ્ચ હોદ્દેદાર બનવાની તક; જાણો કઈ રીતે કરી શકો છો અરજી અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

અનુભવી સ્નાતકો માટે હાલ મુંબઈ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ કમિશનર અને બીજા ઉચ્ચ હોદ્દા માટે ભરતીમાં કોઈપણ સ્નાતકો અરજી કરી શકશે. અરજી કરનાર પાસે કોઈપણ સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે, જેના માટે ટકાવારીની જરૂર નથી. ઉપરાંત ઉમેદવારને સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં પાંચ વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. ડિફેન્સમાં એક્સ-આર્મ્ડ ઑફિસર, સરકારી અથવા અર્ધ સરકારી, મોટા ઔદ્યોગિક ક્ષેત્રે ઍડ્મિનિસ્ટ્રેટિવ અથવા ઉચ્ચ હોદ્દાનો અનુભવ હોવો જોઈએ.

અરજી કરનારની ઉંમર ૨૬/૦૭/૨૦૨૧ના રોજ ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધારે હોવી જોઈએ નહિ. વયમર્યાદામાં એસસી, એસટીને પાંચ વર્ષ, ઓબીસીને ત્રણ વર્ષ અને શારીરિક વિકલાંગને દસ વર્ષ સુધીની છૂટછાટ છે. અરજી કરવાની છેલ્લી તા. ૨૬/૦૭/૨૦૨૧ છે. આ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. અરજી કરવા હેતુ આપ સરકારની વેબસાઇટ www.mpsc.gov.in અથવા  www.mahaonline.gov.in પર જઈ શકો છો.

મહારાષ્ટ્રમાં રાજનૈતિક ખળભળાટ. ભાજપના 12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન(MPSC) દ્વારા રાજ્ય સ્તરે ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ, સોસાયટી રજિસ્ટ્રાર, મામલતદાર (તહેસીલદાર), નાયબ તહેસીલદાર જેવા ઉચ્ચ હોદ્દાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version