Site icon

Maharashtra Assembly: મહારાષ્ટ્રમાં વિધાનસભાની બહાર વિપક્ષી નેતાઓએ નકલી બંદુકો સાથે કર્યો વિરોધ પ્રદર્શન.. જાણો શું છે કારણ..

Maharashtra Assembly: હાલ મહારાષ્ટ્રમાં ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. તેથી હાલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ત્યારે હવે વિધાનસભાની બહાર વિપક્ષોએ નકલી બંદુક સાથે રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો છે.

Opposition leaders staged a protest with fake guns outside the assembly in Maharashtra.. Know what is the reason..

Opposition leaders staged a protest with fake guns outside the assembly in Maharashtra.. Know what is the reason..

News Continuous Bureau | Mumbai 

Maharashtra Assembly: મહા વિકાસ અઘાડીના ધારાસભ્યોએ રાજ્યમાં ‘કથળી રહેલ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ’ માટે સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર ( State Govt ) સામે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન ( Protest ) કર્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભા સત્રના બીજા દિવસે વિપક્ષી નેતાઓ  નકલી રિવોલ્વર ( fake guns ) સાથે વિધાન ભવનના ગેટ પર જોવા મળ્યા હતા. તેમણે કહ્યું, આ ગુંડાઓની સરકાર છે. અહીં અવાનવાર ગોળીબાર થાય છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા શિવસેના ( એકનાથ શિંદે જૂથ )ના નેતા મહેશ ગાયકવાડને ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનની અંદર બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે ગોળી મારી દીધી હતી . આ પછી વિપક્ષે શિંદે સરકારને ( Shinde Govt ) ઘેરી હતી.

 પાકના નુકસાનની તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવામાં આવે…

દરમિયાન, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ( Opposition leaders ) વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્રના નાસિક, જલગાંવ, ચંદ્રપુર અને વર્ધા વગેરે સહિત વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને કરાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના કારણે સોયાબીન, કપાસ, સંતરા જેવા અનેક પાકોને નુકસાન થઈ રહ્યું છે. સરકાર પાસે તેમની માંગ છે કે પાકના નુકસાનની તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવામાં આવે.

આ સમાચાર પણ વાંચો :  Ram Lalla: ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ શ્રી રામ નાઈકે શ્રી રામ લલ્લાના દર્શન કર્યા

નોંધનીય છે કે, આ અગાઉ થોડા દિવસો પહેલા પણ વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટીવાર, કોંગ્રેસ વિધાયક દળના નેતા બાલાસાહેબ થોરાટ અને અન્ય ધારાસભ્યો વિધાન ભવનના બહાર એકઠા થયા હતા અને બેનરો પ્રદર્શિત કરતા વિરોધ પ્રદર્શન કર્યો હતો. તેમજ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

તો વિપક્ષના ધારાસભ્યોએ હવે રાજ્ય સરકાર પર અનામત ક્વોટા મુદ્દે મરાઠા અને ઓબીસી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version