Site icon

Dhuwav Village : નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા ધુવાવ ગામમાં “અમૃત કળશ યાત્રા”નું આયોજન

Dhuwav Village : કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળ આયોજિત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમના પ્રથમ તબક્કામાં દરેક ગ્રામ પંચાયતમાં શિલાફળકની સ્થાપના, નાયકોને વંદન, અમૃત વાટીકાનું નિર્માણ અને તેમાં 75 રોપાઓનું વાવેતર, અમૃત કાલના સ્મરણ સાથે પંચપ્રણ શપથ લેવાયા હતા

Organized “Amrit Kalash Yatra” in Dhuwav village by Nehru Yuva Kendra Jamnagar

Organized “Amrit Kalash Yatra” in Dhuwav village by Nehru Yuva Kendra Jamnagar

News Continuous Bureau | Mumbai 

Dhuwav Village : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જામનગર(Jamnagar) તેમજ ધુવાવ(Dhuwav) ગ્રામ પંચાયત દ્વારા જામનગર તાલુકાના ધૂવાવ ગામ ખાતે  “મેરી માટી મેરા દેશ”(Meri Mati Mera Desh) કાર્યક્રમ અંતર્ગત “અમૃત કળશ યાત્રા”(Amrut Kalash Yatra) નું ઢોલ નગાડા સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ‘પાંચ પ્રણ'(Panch Prana) વિશે જાણકારી આપવામાં આવી હતી અને ગામના દરેક ઘરમાંથી ચોખા અને માટી એકત્રિત કરીને કળશ યાત્રા નું આયોજન થયું. જેમાં નેહરુ યુવા કેન્દ્ર માંથી રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ભૌતિક સિંહ પઢિયાર  અને હાર્દિક ચંદ્રા તેમજ તલાટી મંત્રી શ્રી ચિરાગ ભાઈ ભેસદડિયા, વહીવટી મંત્રી શ્રી પ્રફુલ્લ ભાઈ ચોહાણ અને ગ્રામ આગેવાન કાનજી ભાઈ પરમાર, શિક્ષક રમેશભાઈ પાંચાણી સહયોગથી સંપન્ન થયો અને ગામના યુવાનોના પણ ઉત્સાહથી ભાગ લીધેલો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Khalistan Movement: ખાલિસ્તાન આંદોલન કેટલું જૂનું છે, કેનેડાની ભૂમિકા શું છે, ભારતની મુશ્કેલીઓ કેમ વધી? જાણો સંપુર્ણ વાર્તા વિગતે..

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળ આયોજિત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમના પ્રથમ તબક્કામાં દરેક ગ્રામ પંચાયતમાં શિલાફળકની સ્થાપના, નાયકોને વંદન, અમૃત વાટીકાનું નિર્માણ અને તેમાં 75 રોપાઓનું વાવેતર, અમૃત કાલના સ્મરણ સાથે પંચપ્રણ  શપથ લેવાયા હતા. તે પછી, આ કાર્યક્રમનો બીજો ભાગ “અમૃત કલશ યાત્રા” જિલ્લા પંચાયત દ્વારા દેશની દરેક ગ્રામ પંચાયતોમાં યોજવામાં આવી રહી છે. જેમાં અમૃત કળશમાં દરેક ઘરમાંથી મુઠ્ઠીભર માટી અને ચોખા  એકત્ર કરવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતમાંથી એકત્રિત કરવામાં આવેલી માટી આ કલશમાંથી તાલુકા પંચાયતમાં, ત્યાંથી રાજ્ય સ્તરે અને ત્યાંથી રાષ્ટ્રીય સ્તરે જશે.દેશની રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના બહાદુર શહીદોની યાદમાં ‘અમૃત વન’ બનાવવામાં આવશે, જેમાં આ માટીનો છોડ રોપવામાં આવશે.

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version