Site icon

અભ્યાસ ઓનલાઈન અને પરિક્ષા ઓફલાઈન લેતા વિદ્યાર્થીઓમાં રોષ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

સિલ્વર ઑક યુનિવર્સિટીમાં ૬ તારીખે લેવાનારી પરીક્ષા નિશ્ચિત છે. બાકીની પરીક્ષાઓ આગામી ૧૩ તારીખે લેવાશે. જેમાં તમામ વિદ્યાર્થીઓ ફરજિયાત પણે ઓફલાઈન પરીક્ષા આપશે તેવો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ર્નિણયને લઈને વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ સામે ઓનલાઈન પરીક્ષાની માંગ કરી રહ્યાં છે.કોલેજ કેમ્પસ અને કોલેજ બહાર વિદ્યાર્થીઓ સવારથી વિરોધ કરી રહ્યા છે. દિવાળી વેકેશનમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની એડમિશન પ્રક્રિયા ચાલુ હતી. પરંતુ હવે વેકેશન પૂર્ણ થયું છે અને હવે તબક્કા વાર પરીક્ષાઓ લેવાની શરૂ કરવામાં આવી છે. આજથી યુનિવર્સિટીમાં ેંય્માં ૩ અને ૫મા સેમેસ્ટરની તેમજ ઁય્માં પાંચમા સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના કેસો ઘટતાં પ્રથમવાર જ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સાથે ઓફલાઈન પરીક્ષા આપી રહ્યાં છેરાજ્યમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાનું સંક્રમણ વધતાં સ્કૂલો અને કોલેજાેમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે દોઢ વર્ષ બાદ કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ત્યારે ધોરણ ૧થી ૧૨ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. તેવી જ રીતે કોલેજાેમાં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. આજે ગુજરાત યુનિવર્સિટીમાં તબક્કા વાર વિવિધ વિષયોની ઓફલાઈન પરીક્ષાઓ લેવાની શરૂ કરાઈ છે.પરંતું શહેરમાં આવેલી સિલ્વર ઑક યુનિવર્સિટીમાં અભ્યાસ ઓનલાઈન કરાવી પરીક્ષા ઓફલાઈન લેવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. શહેરમાં એસ.જી. હાઈવે પર આવેલી સિલ્વર ઑક યુનિવર્સિટીમાં દોઢ વર્ષથી ઓનલાઈન અભ્યાસ ચાલુ હતો. જેમાં ગત વર્ષે બંને સેમેસ્ટરમાં પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે એક સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવ્યાં હતાં. હવે તેમની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના આ ર્નિણયને લઈને રોષે ભરાયાં છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

ગુજરાતમાં હવે એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવશે
 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version