Site icon

બિહારના એક ગામનાં બે બાળકોનાં ખાતાંમાં 900 કરોડ આવતાં, આખા ગામના લોકો ખાતાં ચેક કરાવવા દોડ્યા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર

સૌએ ખાતામાંથી પૈસા આપ મેળે ઊપડી જવાના કાંડ વિશે સાંભળ્યું જ હશે, પણ શું તમે એવું સાંભળ્યું છે કે ખાતામાં આપ મેળે પૈસા આવી જાય

Join Our WhatsApp Community

વાત જાણે એમ છે કે બિહાર રાજ્યના કટિહાર જિલ્લાના એક ગામમાં કોઈ સ્ક્રેચ કૂપન્સ નહીં, લકી ડ્રૉ નહીં, અને ગેમ શો ‛કૌન બનેગા કરોડપતિ’માંથી પણ કોઈ રકમ મળી નથી, છતાં બે બાળકોનાં ખાતાંમાં પૈસા આવ્યા છે. ગામના લોકો તેમનાં ખાતાં અને બૅલૅન્સ તપાસવા માટે બૅન્કમાં કતારમાં ઊભા છે.  કારણ કે ગામની શાળાનાં બે બાળકોનાં ખાતાંમાં રાતોરાત 900 કરોડ જમા થઈ ગયા છે. આટલી રકમ જે કદાચ કોઈ ધનિક વ્યક્તિના ખાતામાં આવતી નથી. બાળકોનાં બૅન્ક ખાતામાં આટલી મોટી રકમ આવ્યા બાદ સમગ્ર વિસ્તારના લોકો બૅલૅન્સ તપાસવા માટે બેચેન છે.

સમગ્ર મામલો બિહારના કટિહાર જિલ્લાના આઝમનગર પ્રખંડ પસ્તિયા ગામ સાથે સંબંધિત છે, જ્યાં દરેક વ્યક્તિ બુધવાર સાંજથી તેના બૅન્ક ખાતાનું બૅલૅન્સ ચેક કરી રહી છે. હકીકતમાં ઉત્તર બિહાર ગ્રામીણ બૅન્કમાં ખાતાધારક, ધોરણ 6માં ભણતાં બે બાળકોનાં ખાતાંમાં કરોડો રૂપિયા જમા થયા છે. ધોરણ 6માં ભણતા આશિષના ખાતામાં 6,20,11,100 રૂપિયા અને ગુરુચરણ વિશ્વાસના ખાતામાં 905 કરોડથી વધુ રકમ આવી છે.
 સામાન્ય રીતે શાળાના પોશાક માટે શાળામાં અભ્યાસ કરતાં બે બાળકોનાં ખાતામાં સરકારી રકમ આવવાની હતી, પરંતુ આટલી મોટી રકમ એકસાથે જોઈને બાળકો તેમજ તેમના પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે દ્વારા માત્ર 13 કલાકમાં પહોચી શકાશે મુંબઈથી દિલ્હી! આટલા કરોડ લિટર ઈંધણની થશે બચત; જાણો કેટલા કરોડના ખર્ચે તૈયાર થશે આ હાઇવે

ડ્રેસની રકમ માટે, જ્યારે આ બે બાળકોના પરિવારના સભ્યો ગામના ઇન્ટરનેટ સેન્ટરમાં તેમનાં ખાતાંની તપાસ કરવા ગયા, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. કેન્દ્રમાં હાજર અન્ય લોકો પણ બૅન્ક ખાતામાં આટલી મોટી રકમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાતોરાત કરોડપતિ બનેલાં આ બાળકો પણ સમજી શકતાં નથી કે આ કેવી રીતે બન્યું.
 મીડિયામાં પ્રસારિત માહિતી અનુસાર, બૅન્કના બ્રાન્ચ મૅનેજર મનોજ ગુપ્તા પણ આ ઘટનાથી ચોંકી ગયા છે. અત્યારે બૅન્કે બંને બાળકોનાં ખાતાંમાંથી પેમેન્ટ અટકાવી દીધું છે, આ બાબતની તપાસ કરવાનું કહ્યું છે. બૅન્કે તેના પદાધિકારીઓને પણ આ અંગે જાણ કરી છે.

Chhatrapati Sambhajinagar Election 2026: છત્રપતિ સંભાજીનગર ચૂંટણીમાં ‘વોટ’ માટે ‘નોટ’ની પોટલી? અંબાદાસ દાનવેએ પોલીસ અને ભાજપના ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો.
Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો બેવડો મિજાજ! પુણેમાં ગરમી વધશે, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આફત; જાણો હવામાન વિભાગની નવી આગાહી
BMC Election: મહારાષ્ટ્રમાં મતદાન કરવા જઈ રહ્યા છો? એક ક્લિક પર જાણો તમારું મતદાન મથક અને મતદાર યાદીમાં તમારું નામ
Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Exit mobile version