ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર.
ઓમિક્રોનના જોખમ વચ્ચે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં 1,100થી વધુ પોલીસકર્મીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.
આમાં મોટાભાગે પુણે શહેર, ગ્રામીણ અને પિંપરી ચિંચવડ વિસ્તારના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ બધાને સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અભિયાન તરીકે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
આરોગ્ય સંભાળ કાર્યકરો અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન 10 જાન્યુઆરીથી શરૂ થયું હતું.
ઉલેખનીય છે કે સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ પુણેમાં નોંધાયા છે.