Site icon

મુંબઈ શહેરના એક લાખ વાહન જમા, વગર કારણે બહાર નીકળ્યા હતા.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

કોરોના વાયરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. મુંબઇ અને મહારાષ્ટ્રમાં હજી પણ લોકડાઉન 2.0 નો અમલ ચાલુ છે. જે મુજબ કારણ વગર ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ છે. આમ છતાં ઘણા લોકો નાની નાની વાતે વાહન લઈને ઘરની બહાર ફરવા નીકળી પડતા હોય છે. એવા અંદાજે 32 હજાર થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેમજ ટ્રાફિક પોલીસે પણ કડક કાર્યવાહી અંતર્ગત આશરે એક લાખ જેટલા વાહનો જપ્ત કર્યા છે. આમ તાળાબંદીમાં ગેરજરૂરી રીતે વાહનો લઇ નીકળી પડતા લોકો પર કાર્યવાહી કરી, ચાલાન દ્વારા જ પોલીસને 16 કરોડ 18 લાખ 43 હજાર, 804 રૂપિયાની કમાણી થઇ છે. 

અંદાજે 85 હજારથી એક લાખ જેટલા વાહનો પોલીસ સ્ટેશનમાં પડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ પોલીસે 3800 થી વધુ વાહનો જપ્ત કર્યા છે. હાલ લૉકડાઉનનો ભંગ કરવા બદલ જપ્ત કરવામાં આવેલા વાહનો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મૂકી રાખવામાં આવે છે. અત્યાર સુધી આ વાહનો આરટીઓ દ્વારા જ છોડી શકાય તેવા નિયમને કારણે વાહનના માલિકો વાહન છોડાવવા પોલીસ સ્ટેશન અને આરટીઓ તંત્ર વચ્ચે દોડધામ કરતા હતા. જોકે આ વાહનો રાખવા માટે પોલીસ સ્ટેશનોમાં પણ હવે જગ્યા નહીં હોવાથી કેટલાક પાર્ટીપ્લોટ તો કેટલાક હોલમાં વાહનો મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે…

નોંધનીય છે કે લોકડાઉન ને ગયા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈ આજ સુધી ઇમર્જન્સી અને જીવન આવશ્યક ચીજો માટે છૂટ આપવામાં આવી છે. આમ છતાં લોકો કારણ વગર બહાર ન નીકળવાના નિયમને માનવા તૈયાર નથી. આવા કામ વગર વાહન લઇને બહાર નીકળી પડતા તમામ લોકો પર પોલીસની સખત કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version