Site icon

મહારાષ્ટ્રમાં જો આવું થયું તો રાતોરાત ફરી નિયંત્રણો અમલમાં આવશે. મુખ્ય મંત્રીએ કહી દીધી આટલી મોટી વાત..જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઓગસ્ટ.  2021

Join Our WhatsApp Community

ગુરુવાર.

કોવિડ પોઝિટિવિટ રેટ ઘટી જવાની સાથે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી બ્રેક ધ ચેઈન હેઠળ તમામ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. પરંતુ  રાજયમાં જો  કોવિડના દર્દી માટે રોજનો 700 મેટ્રિક ટન ઓક્સિજન વાપરવાની નોબત આવી તો તાત્કાલિક ધોરણે ફરીથી આકરા લોકડાઉન લાદી દેવામાં આવશે એવી ચીમકી રાજયના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપી છે.

કોરોનાને લગતા પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે.  ત્યારે આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં તેની ખબર નથી. છતાં અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં કોરોનાની ત્રીજી લહેર જોખમી બની રહી છે. તેથી મહારાષ્ટ્રમાં પણ બેદરકારી દાખવવી પરવડે તેમ નથી. કોરોના વાયરસ સતત પોતાનું રૂપ બદલી રહ્યો છે. તેથી વધુ સાવધાન રહેવાની જરૂર છે. બીજી લહેર દરમિયાન દેશના અનેક રાજયોમાં ઓક્સિજનની અછત નિર્માણ થઈ હતી અને દર્દીઓના મૃત્યુ થયા હતા. તેથી પ્રતિબંધો અમલમાં મૂકતા સમયે ઓક્સિજનની કેટલી આવશ્યકતા છે તેના આધાર હોય છે. તેથી હવેથી રાજયમાં દરરોજના કોવિડ પેશન્ટ માટે 700 મેટ્રિક ટન ઓક્સિજન વપરાવાની આવશ્યકતા નિર્માણ થઈ તો તુરંત લોકડાઉ લાદી દેવાશે એવું ઉદ્ધવ ઠાકરએ કહ્યું છે.

શું સત્તાધારી શિવસેનાની ધાક ઓછી થઈ ગઈ? પક્ષને મળતા ડોનેશનમાં થયો જબરદસ્ત ઘટાડો; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે રાજયમાં હાલ દરરોજ 1300 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે.  બીજી લહેર દરમિયાન દર્દીની સંખ્યા વધી ગઈ હતી. તેમ ઓક્સિજનની પણ ડિમાન્ડ વધુ રહી હતી. ત્યારે લગભગ 500 મેટ્રિક ટન ઓક્સિજન ભારે મુશ્કેલીઓ વચ્ચે અન્ય રાજયોથી મહારાષ્ટ્રમાં લાવવાની ફરજ પડી હતી. તેથી આ વખતે સરકાર સમજી વિચારીને અનલોક માટેનું પગલું ભરી રહી હોવાનું કહેવાય છે.

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version