કેરળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા પી.સી.ચાકો એ રાજીનામું આપી દીધું છે.
આ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે મેં કોંગ્રેસ છોડી દીધી છે અને મારો રાજીનામું પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મોકલી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, 2020 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને ચૂંટણીમાં જીતાડવામાં સક્ષમ ન હોવાને કારણે, તેમણે પ્રભારી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
