Site icon News Continuous Bureau | Mumbai

Parbhani News: પરભણીમાં આંદોલન હિંસક બન્યું,દુકાનોમાં તોડફોડ કરી ચાંપી દીધી આગ; પોલીસ આવી એક્શનમાં… 

Parbhani News: પરભણી માં હિંસા ફાટી નીકળી છે અને લોકો રસ્તા પર આવીને વિરોધ કરી રહ્યા છે અને આગ લગાવી રહ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે પરભણીમાં આંબેડકરની પ્રતિમાને લઈને હિંસા ફાટી નીકળી છે.

 News Continuous Bureau | Mumbai 

Parbhani News: મહારાષ્ટ્રના પર પરભણી શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે મૂકેલી બંધારણની પ્રતિકૃતિને તોડી પાડવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે પરભણીમાં વાતાવરણ ગરમાયું છે. આ ઘટનાના વિરોધમાં નારાજ આંબેડકરી અનુયાયીઓએ આજે ​​પરભણી બંધનું એલાન આપ્યું હતું. આંબેડકરી અનુયાયીઓએ પરભણી શહેરના જીંતુર રોડ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આ આંદોલને હવે હિંસક વળાંક લીધો છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે આવી ગયા છે.

Join Our WhatsApp Channel

Parbhani News: દુકાનોમાં તોડફોડ

પરભણીમાં બંધે હિંસક વળાંક લીધો છે. રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વખતે પોલીસ અને ટોળું સામસામે આવી ગયું છે અને પોલીસ દ્વારા ટોળાને હટાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. પોલીસે રોષે ભરાયેલા ટોળા પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ પરભણીમાં તણાવનું વાતાવરણ છે અને સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Rahul Gandhi News: સંસદ બહાર રાહુલની ગાંધીગીરી,રાજનાથ સિંહને આપ્યો ત્રિરંગો અને ગુલાબ, જુઓ વિડીયો..

પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. પોલીસે  આ દેખાવકારો પર હળવો લાઠીચાર્જ કર્યો. તેમજ શહેરોમાં દરેક જગ્યાએ મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version