ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુન 2020
કોરોનાની કટોકટીએ ઘણા પરિવારોને નબળી આર્થિક સ્થિતિમાં મુકી દીધા છે અને આથી રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને આગામી વર્ષમાં શાળાની ફી વધારવા પર પ્રતિબંધ મૂકતો વટહુકમ બહાર પાડ્યો છે. આ વટહુકમને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી આને રદ કરવાની માંગ કરી હતી. શુક્રવારે હાઇકોર્ટે આ સંદર્ભે આવેલી જુદી જુદી અરજીઓને ધ્યાનમાં લેતા, હાઇકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓને રાહત આપીને સરકારના વટહુકમને સ્ટે આપ્યો છે.
રાજ્ય સરકારે 8 મેના રોજ એક વટહુકમ બહાર પાડ્યો હતો જેમાં રાજ્યના કોઈ પણ શાળાએ આવતા વર્ષ 2020-21 માટે ફી વધારવી ન જોઈએ અને 2019-20ના સમયગાળાની બાકી ફી પણ એક સાથે ન માંગતા હપ્તે હપ્તે ભરવાની પરવાનગી આપવાનું જણાવ્યું હતું. જેની સુનાવણી દરમિયાન અરજદારોએ કહ્યું હતું કે ફી નિયમન સમિતિ પાસે શાળાની ફીમાં વધારા અંગે નિર્ણય લેવાની સત્તા છે અને જો ફીમાં વધારો કરવામાં નહીં આવે તો શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફના પગારમાં મુશ્કેલી સર્જાશે. તે સિવાય શાળાના અન્ય ખર્ચને પણ અસર થશે તેમ પિટિશનમાં જણાવાયું છે.
જેના જવાબમાં કોર્ટે કહ્યું કે "આ વટહુકમથી શૈક્ષણિક સંસ્થાના સંચાલકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે અને તે શાળાઓને પણ નુકસાન પહોંચાડે છે, તેથી, સરકારે લીધેલા આ એકપક્ષીય નિર્ણયને રદ કરવો જોઇએ". આમ હાઈકોર્ટે શાળાઓની દલીલ સ્વીકારી અને સ્ટે આપી વચગાળાની રાહત આપી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
