Site icon

બિહાર સરકારનો ફજેતો, રૂા.264 કરોડના ખર્ચે બનેલો પૂલ એક મહિનાની અંદર જ તૂટી પડ્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી મુંબઈ 

Join Our WhatsApp Community

16 જુલાઈ 2020

બિહારમાં ગોપાલગંજ અને પૂર્વ ચંપારણને જોડતો નવો પુલનો એક ભાગ ગઈકાલે ભારે વરસાદ બાદ તૂટી પડ્યો હતો, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું હતું તેના 29 દિવસ પછી જ થયું હતું.  જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ દરમિયાન વિપક્ષ આરજેડીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતું કે, સંયુકત રીતે ભ્રષ્ટાચાર આચરનાર ટોળકીના પિતામહ એવા નિતિશ કુમાર આ મામલે એક શબ્દ પણ નહી બોલે અને  જવાબદાર મંત્રીને બરખાસ્ત પણ નહીં  કરે. બિહારમાં ચારે તરફ લૂંટ ચાલી રહી છે. તો બીજી તરફ આ મામલામાં બિહાર સરકારના સડક નિર્માણ મંત્રીએ વિચિત્ર નિવેદન આપતા કહ્યુ હતું, કુદરતી આફતમાં રસ્તાઓ અને પુલ તુટી જવાની ઘટનાઓ બનતી રહે છે.આખા પુલને નુકસાન થયુ નથી પણ પાણીના વહાણના કારણે એક હિસ્સો વહી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે "ગોપાલગંજનો સત્તરઘાટ પુલ 8 વર્ષમાં 263.47 કરોડના ખર્ચે  બનેલો આ સતર ઘાટ મહાસેતુ ધ્વસ્ત થવાના કારણે ચંપારણ, તિરદુત અને સારણના અનેક જિલ્લાનો સંપર્ક તૂટી ગયો હતો. આ પુલ પરથી આવાગમન પૂરેપુરું બંધ થઈ ગયું છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version