ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર.
ભારતમાં હવે આંશિક લોકડાઉનનો યુગ ફરી વાર આવ્યો છે. ઓમિક્રોનના ખૌફની વચ્ચે બંગાળ સરકારે મિનિ લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ પાડ્યા છે.
બંગાળ સરકારે આજથી રાજ્યમાં સ્કૂલ, કોલેજો અને લાઈબ્રેરી બંધ કરવાની જાહેરાત કરી છે.
સાથે જ પ્રાઈવેટ અને સરકારી ઓફિસોમાં ફક્ત 50 ટકા સ્ફાટની હાજરીને મંજૂરી આપી છે.
રાજ્ય સરકારની જાહેરાત અનુસાર રાતના 10થી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ પણ લાગુ રહેશે.
આ દરમિયાન ફક્ત જરુરી અને ઈમરજન્સી સેવાઓને મંજૂરી આપવામાં આવશે.
રાજ્ય સરકારે રવિવારે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દિલ્હી અને મુંબઈની હવાઈ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
બંગાળ સરકારે કહ્યું છે કે આ શહેરોની ફ્લાઇટ્સ રાજ્યમાંથી અઠવાડિયામાં માત્ર બે દિવસ સોમવાર અને શુક્રવારે ચલાવવામાં આવશે.