Site icon

Nagpur News: મુંબઈથી રાંચી સુધીની સફર..જે પૂરી ન થઈ.. પેસેન્જરને લોહીની ઉલટી થઈ અને થયુ આ અનર્થ… જાણો શું છે આ સમગ્ર મુદ્દો…

Nagpur News: નાગપુર એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં એક મુસાફરને લોહીની ઉલટી થવાથી પ્લેન સોમવારે (21 ઓગસ્ટ) રાત્રે લગભગ આઠ વાગ્યે નાગપુર એરપોર્ટ પર લેન્ડ થયું હતું.

Passenger vomits blood during Mumbai-Ranchi flight; Emergency landing in Nagpur, passenger dies before treatment

Passenger vomits blood during Mumbai-Ranchi flight; Emergency landing in Nagpur, passenger dies before treatment

News Continuous Bureau | Mumbai 

Nagpur News: નાગપુર એરપોર્ટ (Nagpur Airport) પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવામાં આવ્યું હતું . પ્લેનમાં એક મુસાફરને લોહીની ઉલટી થવાથી પ્લેન સોમવારે (21 ઓગસ્ટ) રાત્રે લગભગ આઠ વાગ્યે નાગપુર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. મુસાફરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ મુસાફરનું મોત થયું હતું. આ પછી પ્લેન રાંચી માટે રવાના થયું હતું. મૃતક મુસાફરનું નામ દેવાનંદ તિવારી (ઉંમર 62 વર્ષ) છે.

Join Our WhatsApp Community

પહેલા તબિયત બગડી અને પછી લોહીની ઉલટીઓ થઈ

આ ઘટના મુંબઈ (Mumbai) થી રાંચી (Ranchi) જતી ઈન્ડિગો એરલાઈન્સ (Indigo) ની ફ્લાઈટ નંબર 6E 5093માં બની હતી. ફ્લાઈટ દરમિયાન દેવાનંદ તિવારીને લોહીની ઉલટી થઈ હતી. મુંબઈથી રાંચીના પ્રવાસ દરમિયાન તેમની તબિયત બગડી હતી. છેલ્લે નાગપુરના ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ મુસાફરનું સારવાર પહેલા મોત નિપજ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Sunny Deol: સની દેઓલ આગામી લોકસભા ચુંટણી લડશે કે નહીં? અભિનેતા બીજેપી સાંસદે આપ્યો આ જવાબ.. જુઓ વિડીયો..

પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું

દેવાનંદ તિવારી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમને કિડનીની સમસ્યા હતી અને ટીબી પણ હતી. પ્રવાસ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી હતી. તેને પુષ્કળ લોહીની ઉલ્ટી થવા લાગી અને તેનું મૃત્યુ થયું હતું. જેના કારણે પ્લેનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ફ્લાઇટ નાગપુર એરપોર્ટ પર ઉતર્યા પછી, દેવાનંદ તિવારીને વધુ સારવાર માટે એરપોર્ટ પર ઉભી કિમ્સ-કિંગ્સવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડીજીએમ (બ્રાન્ડિંગ અને કોમ્યુનિકેશન્સ) એજાઝ શમીએ આ માહિતી આપી.

થોડા દિવસ પહેલા નાગપુર એરપોર્ટ પર એક પાયલટનું મોત થયું હતું

17 ઓગસ્ટે નાગપુર એરપોર્ટ પર ટેક ઓફ કરતા પહેલા એક પાયલટનું મોત થયું હતું. પાયલોટ ઈન્ડિગો એરલાઈન્સનો હતો. તેમનું નામ હતું કેપ્ટન મનોજ સુબ્રમણ્યમ. તે નાગપુરથી પુણે ફ્લાઈટ લઈને જઈ રહ્યો હતો . પરંતુ તે અચાનક એરપોર્ટના બોર્ડિંગ ગેટ પાસે પડી ગયો અને તેનું મોત નીપજ્યું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. આ ઘટના બાદ એરપોર્ટ પર સનસનાટી મચી ગઈ હતી.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Exit mobile version