Site icon

એકવાર સંજય રાઉત મળે-તો હું તેને ચપ્પલે ચપ્પલે  એ મારીશ-એક વૃદ્ધ મહિલાની હૈયા વરાળ

Mumbai court issues NBW against Sanjay Raut; he runs to court to get it cancelled

સાંસદ સંજય રાઉતને રાહત. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્નીએ નોંધાવેલા ફોજદારી માનહાનિના કેસમાં કોર્ટે આપ્યા આ આદેશ..

News Continuous Bureau | Mumbai

ગોરેગામની(Goregaon) પાત્રા ચાલના કેસમાં(Patra Chawl Case) શિવસેનાના પ્રવક્તા(Shiv Sena spokesperson) અને સાંસદ(MP) સંજય રાઉતની(Sanjay Raut) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ધરપકડ કરી છે. સંજય રાઉતની ધરપકડથી રાજકીય સ્તરે તો અનેક લોકો ખુશ થયા છે પણ પત્રા ચાલના અનેક વર્ષોથી બેઘર થયેલા રહેવાસીઓને પણ ટાઢક વળી છે. એક વૃદ્ધ મહિલાએ(old lady) તો પોતાના બેધર થવા માટે સંજય રાઉતને જવાબદાર ગણીને તે જો સામે મળે તો તેને ચપ્પલથી માર મારશે એવી નારાજગી પણ વ્યકત કરી હતી.

Join Our WhatsApp Community

પત્રા ચાલમાં રહેનારી 85 વર્ષની વૃદ્ધા શાંતાબાઈ મારુતી સોનાવણેએ(Shantabai Maruti Sonavane) એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 13 વર્ષની હતી ત્યારે લગ્ન કરીને પત્રા ચાલમાં રહેવા આવી હતી. આજે તે 85 વર્ષની થઈ છે. 15 વર્ષથી રીડેવલપમેન્ટને(redevelopment) નામે તેઓ બેઘર થઈ ગયા છે. તે સમયે ભાડુ 20 રૂપિયા હતું આજે ભાડું આસમાને છે. રીડેવલપમેન્ટ માટે ઘર ખાલી કર્યા બાદ હજી બિલ્ડિંગ બની શકી નથી. બિલ્ડરે થોડા વર્ષ ભાડું ચૂકવ્યા બાદ હાથ ઉપર કરી દીધા. અમે સંજય રાઉતનું શું બગાડયું હતું કે અમને આવા હાલાકીના દિવસો કાઢવા પડી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- દિલ્હીમાં ટપાલીઓ ફેરિયા બન્યા- સરકારી આદેશને કારણે આ વેચી રહ્યા છે

શાંતાબાઈએ સંજય રાઉત પર ભારે શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ચાલમાં અમે રહેતા હતા અને હવે બેઘર થઈ ગયા. અનેક રાજકરણીઓ આવીને ખોટા વચન આપીને જાય છે. પરંતુ અમે ઘર મળ્યું નથી. ચાલમાં રહેનારા ગરીબ લોકો પાસે આવકનું કોઈ મોટુ સાધન  નથી. નાના-મોટા કામ કરીને ગુજરાન ચલાવે છે. અમને બેઘર કરનારાઓ અમારી સામે આવે તો અમે તેમને ચપ્પલથી માર મારશું.
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version