Site icon

શું હવે પવાર પરિવારની મુશ્કેલી વધશે- આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે બજાવી નોટિસ

News Continuous Bureau | Mumbai

પુણેમાં(Pune) આવેલા ખાનગી હિલ સ્ટેશન લવાસાને કારણે(Private Hill Station Lavasa) પવાર પરિવારની(Pawar family) મુશ્કેલીઓ વધે એવી શક્યતા જણાઈ રહી છે. લવાસાના વિકાસ માટે જમીન ખરીદવા માટે ડેવલપમેન્ટ કમિશનરે(Development Commissioner) આપેલી વિશેષ પરવાનગીને રદ કરવાની હાઇકોર્ટ(High Court) દ્વારા ફગાવી દેવામાં આવેલી અરજીને હવે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પડકારવામાં આવી છે.

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે પણ તેની ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય સરકાર(State Govt),રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar), અજીત પવાર(Ajit Pawar), સાંસદ સુપ્રિયા સુળે(MP Supriya Sule) અને અન્ય કેટલાકને નોટિસ પાઠવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે આગામી છ સપ્તાહમાં આ અરજી પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

લવાસા પ્રોજેક્ટને અપાયેલી પરવાનગીને મનસ્વી, ગેરવાજબી અને રાજકીય પક્ષપાતી જાહેર કરવા હાઇકોર્ટમાં માગણી કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધા બાદ નાશિકના(Nasik) નાનાસાહેબ જાધવે(Nanasaheb Jadhav) આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટના જજ એન.ટી. ધનંજય ચંદ્રચુડ અને જસ્ટિસ એએસ બોપન્નાની(Justice AS Bopannani) બેંચ સમક્ષ આ સંદર્ભે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : આમ જનતાને ઝટકે પે ઝટકા- દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંકે ફરી હોમ લોન મોંઘી કરી- આટલા ટકાનો કર્યો વધારો

આ સુનાવણીમાં કોર્ટે પવાર પરિવારને નોટિસ પાઠવી છે. આ અરજીમાં કૃષ્ણા ખોરે ડેવલપમેન્ટ કોર્પોરેશન, લવાસા કોર્પોરેશન, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન, પુણે કલેકટર, રાજ્ય વિકાસ કમિશનરને પણ પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

હિલ સ્ટેશન તરીકે સૂચિત 18 ગામોની જમીનો નજીવા દરે કોર્પોરેશનને વેચવામાં આવી હતી. આ વ્યવહાર 2002માં થયો હતો. જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે લવાસા પ્રોજેક્ટનું નિર્માણ મહારાષ્ટ્ર પ્રાદેશિક શહેરી આયોજન અધિનિયમ અને મહારાષ્ટ્ર કૃષ્ણા બેસિન વિકાસ નિગમ અધિનિયમનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટે ટેકનિકલ કારણો દર્શાવીને અરજી ફગાવી દીધી હતી. તેથી અરજદારે 18 ગામોમાં બાંધકામ સ્થગિત કરવાની માંગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા પર સફર કરનારા માટે મોટા સમાચાર – આજે અનેક રૂટ પર બેસ્ટની બસ બંધ છે

Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Nashik car accident: નાસિકમાં કાર અકસ્માત: શિરડી જઈ રહેલા ગુજરાતના ૩ શ્રદ્ધાળુઓના કરુણ મોત, ૪ ઘાયલ
Navneet Rana Threat: ધમકીનો સિલસિલો યથાવત્: નવનીત રાણાને ફરીથી હત્યાની ધમકી, સ્પીડ પોસ્ટથી પત્ર મોકલાતા ખળભળાટ.
Cyclone Montha: મોંથા હવે ક્યાં વળશે? આંધ્રમાં ભારે નુકસાન બાદ આગામી સંકટ કયા દરિયાકાંઠાના રાજ્યો પર છે?
Exit mobile version