ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
પેગાસસ જાસૂસીના મામલામાં સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીને મોટો ઝટકો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મમતા બેનરજી સરકાર દ્વારા પેગાસસ જાસૂસી મામલાની થઈ રહેલી તપાસ પર રોક લગાવી દીધી છે.
પશ્ચિમ બંગાળ સરકારે આ મામલાની તપાસ માટે એક કમિશન બનાવ્યુ હતુ. જોકે આ કમિશનને પોતાનુ કામ રોકી દેવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કહ્યુ હતુ કે, તમારા કમિશનની તપાસ રોકવામાં આવે. મમતા સરકારે સુપ્રીમ કોર્ટેને ખાતરી પણ આપી હતી.
જોકે એ પછી પણ પશ્ચિમ બંગાળ સરકારના કમિશને પોતાની તપાસ ચાલુ રાખી હતી.જેના પગલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી છે.
કયા બાત હેં! મુંબઈના આ વિસ્તારમાં બસ સ્ટોપનો કાયા પલટ. જુઓ ફોટા અહીં