Site icon

નાસિકમાં નવતર પ્રયોગ : એક કલાક શોપિંગ કરવાનો ચાર્જ પાંચ રૂપિયા. ત્યારબાદ 500 રૂપિયા દંડ. જાણો વિગત..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ
નાસિક મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. અહીં બજારમાં શોપિંગ કરવા આવનાર વ્યક્તિ વગર કારણે સમય બરબાદ ન કરે તેથી શોપિંગ માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નાસિક મહાનગરપાલિકા અને પોલીસે ભેગા મળીને નિર્ણય કર્યો છે કે બજારમાં આવનાર દરેક વ્યક્તિએ પાંચ રૂપિયાની ટિકિટ લેવી પડશે જેની ઉપર સમય લખેલો હશે.

Join Our WhatsApp Community

જે વ્યક્તિને એક કલાકથી વધુ સમય શોપિંગ કરતા થશે તેણે 500 રૂપિયા દંડ ભરવો પડશે. આ નિયમ એટલે કરવામાં આવ્યો છે જેથી વગર કારણે ગિરદી કરનાર લોકોથી બજારને છુટકારો મળે. નાસિકમાં શાલીમાર, તિલક રોડ, બાદશાહ કોર્નર, ધુમાલ પોઇન્ટ, મેઇન રોડ, શિવાજી રોડ, મેઇન માર્કેટ કમિટિ અને સિટી સેન્ટર મોલ જેવા શોપિંગ સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ થતી હોય છે.
ભીડ ઓછી થાય તેને ધ્યાનમાં રાખીને આ નિયમ કરવામાં આવ્યો છે. પાલિકાનો આ પ્રયોગ વખાણવાલાયક લાગી રહ્યો છે.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version