Site icon

ઓરંગુટાન નું આ બિચારુ બચ્ચું મુંબઈમાં વેચાયું, શોધનારને એક લાખનું ઈનામ જાહેર. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

26 ઓગસ્ટ 2020

અત્યાર સુધી વિવિધ પશુ પક્ષીને ઘરમાં પાળતા હોવાનું જોવા મળ્યું છે પરંતુ પહેલી વાર વિદેશી મુલનું પ્રાણી ઘરમાં પાળ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પીપલ ફોર ધ એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ- 'પેટા' ભારત દ્વારા ગેરકાયદેસર બાળ ઓરંગુટાન રાખનાર અને વેચનાર વ્યક્તિઓની માહિતી આપનારને, રૂપિયા એક લાખ સુધીનું ઇનામ આપવામાં આવશે. એવી જાહેરાત કરવામાં આવી છે. મળેલી ફરિયાદને પગલે ભારત અને મુંબઈ પોલીસ આના ગુનેગારોને શોધી રહી છે..

આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પેટા ઈન્ડિયાને, બાંદ્રામાં એક પરિવાર પાસે બાળ ઓરંગુટન હોવાની ફરિયાદ મળી અને સોશિયલ મીડિયા પર બાળ ઓરંગુટનના ફોટા અને વીડિયો ફરતા જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ વન વિભાગ અને પેટાની પશુચિકિત્સા ટીમે, 7 જુલાઈ 2020 ના રોજ મુંબઇના અગ્રિપાડા વિસ્તારમાં એક શંકાસ્પદના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ઘરના પરિસરમાં એક બાળ ઓરંગુટાનને બાંધેલું શોધી કાઢ્યું હતું. પરંતુ, ગેરકાયદેસર કસ્ટોડિયન ફરાર હોવાથી હજી પણ શોધી શકાયો નથી. 

વનવિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્થાપિત થયું છે કે આ પ્રાણી ભારતનું નથી. વિદેશી વેપારની આયાત પરવાનગી અથવા અન્ય કોઈ સંબંધિત મંજૂરીઓ વિના આ બાળને આયાત કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ, વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો આ અંગે વધુ તપાસ કરી રહી છે. અને માહિતી આપનારને ઇનામ પણ આપશે.

પેટા ઈન્ડિયાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે આવા  કેસની માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિ પેટા ઈન્ડિયાની પશુ-ઇમર્જન્સી હેલ્પલાઈન ઉપર + 91-9820122602 પર સંપર્ક કરી જાણ કરી શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version