ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
દેશના દક્ષિણ રાજ્ય તમિલનાડૂમાં નાગરિકોને મોટી રાહત મળી છે.
રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ થિયાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું.
આ દરમિયાન તમિલનાડૂ સરકારે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
રાજ્ય સરકારે સ્ટેટ એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ કરતા પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરે કાપ મુક્યો છે.
જોકે આ નિર્ણયથી સરકારને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
