Site icon

Photography : સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષયક કૃતિઓ ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવી

Photography: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા અમદાવાદ ખાતે ૨૭મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો વિષય એક ભારત શ્રેષ્ઠ ભારત રાખવામાં આવ્યો છે.

Photographers willing to participate in the competition should send their works on the theme 'Ek Bharat Shrestha Bharat' from January 26 to February 4.

Photographers willing to participate in the competition should send their works on the theme 'Ek Bharat Shrestha Bharat' from January 26 to February 4.

News Continuous Bureau | Mumbai 

Photography: ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી  દ્વારા અમદાવાદ ( Ahmedabad ) ખાતે ૨૭મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો વિષય એક ભારત શ્રેષ્ઠ ભારત રાખવામાં આવ્યો છે.  આ સ્પર્ધામાં બ્લેક એન્ડ વ્હાઈટ અને કલર એમ બે વિભાગમાં યોજાશે, જેમાં બે વિભાગમાં વધુમાં વધુ પાંચ પાંચ કૃતિઓ સ્પર્ધા માટે મોકલી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સંપૂણ ઓનલાઈન યોજાવાની હોવાથી ફોટોની પ્રીન્ટ મોકલવાની રહેશે નહી. પ્રત્યેક વિભાગમાં આઠ આઠ ઈનામો જાહેર કરવામાં આવશે અને નિર્ણાયક શ્રીઓ દ્વારા પસંદગી પામેલ કૃતિઓનું પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાશે તેમ ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીના  ( Gujarat State Lalit Kala Academy )   સચિવ શ્રીની યાદીમાં જણાવાયું છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Haridwar:અંધશ્રદ્ધામાં હોમાયુ નાનું બાળક, મંત્ર-જાપ કરી કેન્સર પીડિત 5 વર્ષના દીકરાને દંપતિએ ગંગામાં ડુબાડી રાખ્યો, નીપજ્યું મોત..

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ( National Photography Competition ) ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે ( photographer )  પોતાની કૃતિ તા. ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આપેલા અરજીપત્રક ઓનલાઈન ભરીને કલાકૃતિના જરૂરી ફોટા તથા વિગતો સાથે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. પોસ્ટ કુરીયર રૂબરૂ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહિં. આ બાબતે જરૂર જણાયે કચેરીના ટેલિફોન નં – ૦૭૯-૨૬૪૨૫૫૬૨ ઉપરથી માહિતી મેળવા શકાશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું હતુ.    

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version