એક ડૉક્ટરે કરી જાહેર હીતની અરજી ‘મસ્જિદોમાં થતાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકો’..જાણો શુ કામ!!!

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

29 જુલાઈ 2020

ગાંધીનગર સ્થિત એક પ્રેક્ટિસ કરનાર ડોક્ટરે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે, જેમાં 'ગુજરાતની મસ્જિદોમાં નમાઝ માટે થતાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી કરી છે.'

ગાંધીનગરમાં ક્લિનિક ધરાવતા ડૉક્ટરે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, "દિવસના વિવિધ સમયે મસ્જિદો દ્વારા લાઉડ સ્પીકરોનો ઉપયોગ થતો હોવાથી  “નજીકના રહેવાસીઓને ભારે અસુવિધા અને પરેશાની થાય છે.” કોવિડ -19 દરમ્યાન તમામ ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, અઝાન માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ ચાલુ જ છે. જે તરફ પ્રશાશન કે પોલીસનું ધ્યાન નથી જતું.

અહીં નોંધવા જેવી વાત એ છે કે  "કોર્ટમાં પહોંચતા પહેલા આ ડૉક્ટરે ગાંધીનગરના કલેક્ટર, મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆતો કરી હતી." નોંધનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે અઝાન અથવા પ્રાર્થના માટેના કોલની મંજૂરી છે, પરંતુ લાઉડસ્પીકર અથવા એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે..

ડૉક્ટરની  પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદ ના લાઉડ સ્પીકરનો અવાજ “ખૂબ જ કર્કશ અને અસહ્ય” છે, જેના કારણે વૃધ્ધઓ અને નાના બાળકોને ગંભીર માનસિક બીમારીઓ, શારીરિક સમસ્યાઓ થાય છે અને તેનાથી મોટાભાગે લોકોની કાર્યક્ષમતા પર અસર પડે છે.”

 મસ્જિદોમાં થતાં લાઉડ સ્પીકરના ઉપયોગને કારણે બંધારણ હેઠળ બાંયધરી આપનારા અરજદારોના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Exit mobile version