Site icon

વિશ્વ અજાયબી તાજ મહેલના બંધ દરવાનું રહસ્ય ખુલશે? કોર્ટમાં થશે સુનાવણી..  જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

દુનિયાની સાતમી અજાયબીમાંના એક ગણાતા તાજમહેલ(Taj mahal)ના બંધ 22 દરવાજા ખોલવા માટે ભાજપ(BJP)ના અયોધ્યા(Ayodhya)ના મીડિયા પ્રભારી ડૉ. રજનીશની(Dr. Rajneesh) કોર્ટમાં અરજી કરી છે, તેના પર આજે સુનાવણી થવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

રજનીશે અલાહાબાદ હાઈકોર્ટ(Allahabad High court)ની લખનઉ બેંચમાં અરજી દાખલ કરી છે. જોકે આ 22 દરવાજા ખોલવામાં અનેક ટેક્નિકલ સમસ્યાઓ(Technical problems) આવી શકે છે, એવું નિષ્ણાતોનું માનવું છે.

ડૉ. રજનીશે કરેલી અરજીમાં તાજમહેલ શિવ મંદિર(shiv temple) અથવા તેજો મહાલય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડૉ.રજનીશના  કહેના મુજબ તાજમહેલને લઈને સતત સસ્પેન્સ છે. શિવ મંદિર હોય કે સમાધિ, એ સ્પષ્ટ હોવું જોઈએ. જો દરવાજા ખોલવામાં આવશે તો આ વિવાદ કાયમ માટે દફન થઈ જશે.

જોકે  જાણકારોના કહેવા મુજબ જો આ ઈમારત સાથે છેડછાડ થશે તો કરોડો રૂપિયાનું નુકસાન થશે અને યુનેસ્કોનો(UNESCO) હસ્તક્ષેપ પણ વધી શકે છે.

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ અમદાવાદના(Ahemdabad) પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના(Peace Research Institute) સેન્ટ્રલ સ્ટડીઝ એન્ડ હેરિટેજ મેનેજમેન્ટ રિસોર્સીસના માનદ નિયામક દેબાશિષ નાયકના(Debashish Naik) કહેવા મુજબ  "તાજમહેલ વર્લ્ડ હેરિટેજ(World heritage) છે, તેથી એની રચના સાથે છેડછાડ કરવા માટે યુનેસ્કો સાથે ચર્ચા કરવી પડશે. તર્ક આપવો પડે. એ પછી તમે દરવાજા ખોલી શકો છો.”

જો કોર્ટ એએસઆઈને(ASI) એ દરવાજા ખોલવાનો નિર્દેશ આપે અને અરજદારનો દાવો સાચો નીકળે તો પણ એ વર્લ્ડ હેરિટેજ રહેશે? એવા સવાલ થઈ રહ્યા છે ત્યારે નિષ્ણાતોના કહેવા મુજબ જો હેરિટેજ ઈમારતમાં કોઈ ઉદ્દેશ ફેરફાર થશે તો યુનેસ્કો હસ્તક્ષેપ કરશે. ત્યાર બાદ એ તેના પર નિર્ણય લેશે.

આ સમાચાર પણ વાંચો :  OBC અનામત અંગે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકારને આપ્યો ઝટકો, આપ્યા આ મહત્વના આદેશો.. જાણો વિગતે

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલમાં અન્ય નિષ્ણાતો અને ઇતિહાસના પ્રોફેસર અને પુરાત્ત્વવિદ્ બિંદાએ કહ્યું હતું કે, "તાજમહેલનું સ્થાપત્ય ખૂબ જ અનોખું છે. એ સમયના કારીગરો અને નિષ્ણાતોએ માનવદૃષ્ટિ અને એના વૈજ્ઞાનિક વિશ્લેષણને સમજ્યા પછી છંદોને એવી રીતે લખ્યા હશે કે એ દૂરથી અને દરેક ખૂણાથી દેખાય. આવી સ્થિતિમાં જો દરવાજા ખોલવાનું નક્કી કરવામાં આવે છે તો સૌથી પહેલા નિષ્ણાતોની ટીમ સાથે ખુબ કાળજીથી કામ કરવું પડશે. કેટલાક સ્તરે ટીમો બનાવવાની પણ જરૂર પડશે, પ્રથમ આર્કાઇવ્સ શોધવા માટે, બીજા ક્રમે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ અને પછી એવી ટીમ કે જે રસાયણશાસ્ત્રમાં જાણકાર હોય. જો કોઈપણ માળખાને નુકસાન થાય છે, તો એની જાળવણી કરવી સરળ રહેશે નહીં. આ બધા માટે સેંકડો કરોડાના ભંડોળની જરૂર પડશે. તેથી જો તાજમહેલ ના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવે છે, તો સૌથી પહેલા ફંડ ફાળવવું પડશે. એ નાનું ફંડ નહીં હોય. ભંડોળની અછતને કારણે ઘણાં કામો અધવચ્ચે જ અટવાઈ જાય છે.

આ દરમિયાન અયોધ્યા ભાજપના મીડિયા પ્રભારી ડૉ. રજનીશ સિંહે કહ્યું, “મારે માત્ર શંકાનું સમાધાન જોઈએ છે. સાચું શું છે એ બહાર આવશે. જો એ 22 દરવાજા ખૂલશે તો ખબર પડશે કે એ મકબરો છે કે મંદિર. હું અત્યારે કોઈ દાવા કરતો નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની અરજીને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. આ તેમની અંગત અરજી છે."
 

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version