Site icon

PM Asha Scheme: ગુજરાત સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે, ખેડૂતો આ તારીખ સુધી ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી કરી શકશે

PM Asha Scheme: ખેડૂતો તા.૧૮ ફેબ્રુ.થી ૦૯ માર્ચ (૨૦ દિવસ) સુધી ગ્રામ્ય કક્ષાના ઈ-ગ્રામ કેન્દ્રોથી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરી શકશે: તા.૧૪ માર્ચથી ખરીદીનો પ્રારંભ થશે

PM Asha Scheme Gujarat government will purchase gram and raida at support price

PM Asha Scheme Gujarat government will purchase gram and raida at support price

News Continuous Bureau | Mumbai

PM Asha Scheme: રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને આર્થિક સુરક્ષા મળે તે માટે સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. ખેડૂતો તા.૧૮ ફેબ્રુ.થી ૦૯ માર્ચ (૨૦ દિવસ) સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરી શકશે. નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર થશે.
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણાના રૂ.૫૬૫૦ અને રાયડાના રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે વિવિધ ખરીદી કેન્દ્રોથી ખરીદી થશે. તા.૧૪ માર્ચથી ખરીદીનો પ્રારંભ થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: ED BBC India : BBC India ઇડીની રડાર પર, BBC ઈન્ડિયાને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ: 3 ડિરેક્ટરો સામે પણ કાર્યવાહી..
PM Asha Scheme: રાજ્ય સરકાર ચણા અને રાયડાની પાકની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરશે. જે માટે સરકારે આગોતરૂ આયોજન હાથ ધર્યું છે. જેથી ચણા અને રાયડો પકવતા ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version