Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં રહેવા માટે સાંસદોને મળ્યાં નવા ઘર. પીએમ મોદીએ કર્યું ઉદ્દઘાટન.. ખોરંભે ચઢેલા બીજા અનેક પ્રોજેકટ થયાં પૂરાં.. જાણો વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 નવેમ્બર 2020 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદો માટે બનાવેલા બહુમાળી મકાનોનું ઉદ્ઘાટન કર્યું. આ નિવાસસ્થાન નવી દિલ્હી સ્થિત ડો.બી.ડી. માર્ગ પર છે. 80 વર્ષથી વધુ જુના આઠ બંગલાઓની જમીન પર સાંસદો માટે કુલ 76 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. 


વડા પ્રધાન મોદીએ કહ્યું કે, દાયકાઓથી જે સમસ્યાઓ ચાલી રહી છે, તેને ટાળવાથી નહીં, પરંતું સમાધાનો શોધીને ઉકેલ લાવવો પડે છે. સાંસદોના નિવાસસ્થાન જ નહીં, પરંતુ દિલ્હીમાં આવા ઘણા પ્રોજેક્ટ્સ હતા, જે દાયકાઓથી અધૂરા હતા. જેનું આ સરકાર દરમિયાન નિર્માણ શરૂ થયું અને નિર્ધારિત સમય પૂર્વે સમાપ્ત પણ થયું. અટલજીના સમયમાં, આંબેડકર રાષ્ટ્રીય સ્મારકની ચર્ચા શરૂ થઈ હતી, તે છેક આ સરકારમાં પુરી થઈ છે. 
ઉપરાંત, આ સરકારમાં સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. આપણા દેશમાં હજારો પોલીસકર્મીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોતાનો જીવ આપ્યો છે. તેમની યાદમાં આ સરકારે નેશનલ પોલીસ મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું. આમ નાની નાની સમસ્યાઓ ને લીધે ખોરંભે ચઢેલા અનેક પ્રોજેકટ પૂરાં કરવા એ જ સરકારનું આગળનું લક્ષ છે..

Join Our WhatsApp Channel
Thane Bike Thief Arrest થાણેમાં શાતિર બાઈક ચોરનો ખેલ ખતમ! ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે દબોચ્યો ₹૧.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Kasara Station Ticket Checking Drive કસારા સ્ટેશન પર રેલવેની ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઈવ વગર ટિકિટે મુસાફરી કરતા 176 પેસેન્જરો પાસેથી વસૂલાયો અધધ ₹76,710નો દંડ
Navi Mumbai Drugs Destruction Campaign નશામુક્ત નવી મુંબઈ અભિયાન 201 ગુનાઓમાં જપ્ત કરાયેલ ₹26.30 કરોડનું 726 કિલો ડ્રગ્સ તળોજા ખાતે કરાયું નષ્ટ
Sardar Sarovar Narmada Dam Jal Pujan નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો CM ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી કર્યા નવા નીરના વધામણાં
Exit mobile version