ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે, જેને માટે મોટા પાયે અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન બીજેપી સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, 'રામ મંદિર નિર્માણમાં પીએમ મોદીનો ફાળો નથી.' સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે 'રામ સેતુની ફાઇલ પાંચ વર્ષથી તેમના ટેબલ પર પડી છે. હકીકતમાં, તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે રામ મંદિર ભૂમિ પૂજનમાં બીજા કોને બોલાવવા જોઈએ, તે પ્રશ્નના જવાબમાં સ્વામીએ કહ્યું હતું કે 'રામ મંદિરમાં વડા પ્રધાનનું કોઈ યોગદાન નથી. અમે બધી ચર્ચા કરી. જ્યાં સુધી હું જાણું છું, તેમણે સરકાર વતી આવી કોઈ કામગીરી કરી નથી, જેના વિશે આપણે કહી શકીએ કે નિર્ણય તેમના કારણે આવ્યો છે. '
તેમણે આગળ કહ્યુ હતુ કે,જે લોકોએ કામ કર્યુ હતું તેમાં રાજીવ ગાંધી, પીવી નરસિંહ રાવ અને અશોક સિંઘલના નામ શામેલ છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના રામસેતનુ રાષ્ટ્રિય ધરોહર જાહેર કરવા માટેની ફાઈલ પીએમ મોદીના ટેબલ પર પાંચ વર્ષથી પડી છે. તેના પર તેમણે હજી સહી કરી નથી. હું ધારુ તો કોર્ટ જઈને આ માટે આદેશ લાવી શકું છુ પણ મને મારી જ પાર્ટી સરકારમાં હોવાથી કોર્ટમાં જવાનુ ખરાબ લાગે છે. આ અગાઉ સ્વામીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, જો રાજીવ ગાંધી ફરીથી વડા પ્રધાન બન્યા હોત, તો અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવ્યું હોત. તેમણે કહ્યું કે, રાજીવ ગાંધીએ વિવાદિત સ્થળનું તાળું ખોલ્યું હતું અને રામ મંદિર માટેના શિલાન્યાસ કાર્યક્રમની પણ મંજૂરી આપી હતી, પરંતુ તેમના અકાળ અવસાનથી વસ્તુઓ બદલાઈ ગઈ હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com