PM Modi: મધ્યપ્રદેશમાં PM મોદી આવતીકાલે કેન-બેતવા નદીના આંતર લિંકિંગ પ્રોજેક્ટ સહિત મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન…

PM Modi:પ્રધાનમંત્રી ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

PM Modi to Inaugurate Key Development Projects in Madhya Pradesh, Including the Ken-Betwa River Interlinking Project

PM Modi to Inaugurate Key Development Projects in Madhya Pradesh, Including the Ken-Betwa River Interlinking Project

News Continuous Bureau | Mumbai

PM Modi: પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે. જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના છે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં સિંચાઈની સુવિધા પૂરી પાડશે અને લાખો ખેડૂત પરિવારોને ફાયદો પણ થશે. આ પ્રોજેક્ટ વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા પણ પૂરી પાડશે. આ સાથે, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ ગ્રીન એનર્જીમાં 100 મેગાવોટથી વધુનું યોગદાન આપશે. આ પ્રોજેક્ટ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની સાથે સાથે રોજગારીની ઘણી તકો પણ ઉભી કરશે.

આ સમાચાર પણ વાંચો  : Natural Farming: આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રધાનમંત્રી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક ટિકિટ અને સિક્કો બહાર પાડશે. તેઓ 1153 અટલ ગ્રામ સુશાસન ભવનનો શિલાન્યાસ પણ કરશે. આ ભવન સ્થાનિક સ્તરે સુશાસન માટે ગ્રામ પંચાયતોના કાર્ય અને જવાબદારીઓના વ્યવહારિક સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ઉર્જા પર્યાપ્તતા અને હરિયાળી ઉર્જાને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર ખાતે સ્થાપિત ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના સરકારના મિશનમાં યોગદાન આપશે. તે પાણીના બાષ્પીભવનને ઘટાડીને જળ સંરક્ષણમાં પણ મદદ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version