Site icon News Continuous Bureau | Mumbai

વતનની વાટે પ્રધાનમંત્રી, PM મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે, રાજ્યને આપશે કરોડોની ભેટ.. જાણો શેડ્યુલ..

PM Modi to launch projects worth Rs 4,400 crore in Gujarat on May 12, check details

વતનની વાટે પ્રધાનમંત્રી, PM મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે, રાજ્યને આપશે કરોડોની ભેટ.. જાણો શેડ્યુલ..

  News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ આશરે રૂ. 4,400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે અને કેન્દ્ર સરકારની આવાસ યોજના હેઠળ 19,000 લાભાર્થીઓને મકાનો ફાળવશે.

Join Our WhatsApp Channel

વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી ગાંધીનગરમાં ‘ઓલ ઈન્ડિયા એજ્યુકેશન યુનિયન કન્વેન્શન’માં ભાગ લેશે અને ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે. ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન, મોદી રૂ. 2,450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે.

લાભાર્થીઓને ચાવીઓ સોંપશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી)ના લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપશે. આ પ્રોજેક્ટ્સનો કુલ ખર્ચ આશરે રૂ. 1,950 કરોડ છે.

આ સમાચાર પણ વાંચો: હાય ગરમી! તાપમાન ફરી ઊંચકાયું.. મુંબઈગરા પરસેવાથી થયા રેબઝેબ, હજુ આટલા દિવસ નહીં મળે કોઈ રાહત.

રાજ્યના શિક્ષકોને પણ મળશે

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)ની તેમની મુલાકાત દરમિયાન, મોદી ત્યાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સ્થિતિની સમીક્ષા કરશે, એમ વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું. આ દરમિયાન તેઓ અધિકારીઓ સાથે પણ વાતચીત કરશે અને તેમના અનુભવ અને ભવિષ્યની યોજનાઓને પણ સમજશે. ઓલ ઈન્ડિયા એજ્યુકેશન યુનિયન અધિવેશન એ ઓલ ઈન્ડિયા પ્રાઈમરી ટીચર્સ ફેડરેશનનું 29મું દ્વિવાર્ષિક સંમેલન છે. આ કોન્ફરન્સની થીમ શિક્ષકો એટ ધ સેન્ટર ઓફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન છે.

આ છે પીએમ મોદીનું મિનિટ-ટુ-મિનિટનું શેડ્યૂલ

12 મેના રોજ વડાપ્રધાન સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
ગિફ્ટ સિટીમાં સવારે 11 કલાકે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે.
તેઓ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિર ખાતે અમૃત ઉત્સવમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, 1946 કરોડ રૂપિયાના 42 હજારથી વધુ ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને તેને ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે.
વડાપ્રધાન શહેરી વિસ્તારોમાં 7113 આવાસ એકમો અને ગ્રામીણ વિસ્તારોમાં 12,000 આવાસ એકમોનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન મહાત્મા મંદિરથી રાજભવન જશે.
વડાપ્રધાન મોદી બપોરે 1.30 થી 2.30 દરમિયાન રાજભવનમાં રોકાણ કરશે.
વડાપ્રધાન રાજભવનમાં મુખ્યમંત્રી, સંગઠનના પદાધિકારીઓ અને સરકારના મુખ્ય સચિવ સાથે અન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે.
પીએમ મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે.
તેઓ ગિફ્ટ સિટી ખાતે વિવિધ કંપનીઓના સીઈઓ અને વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે બેઠક કરશે.
સાંજે 5 વાગ્યે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ માટે પ્રસ્થાન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જશે.

આ સમાચાર પણ વાંચો: આજનું આયુર્વેદિક જ્ઞાન : ગોરડ – વાંચો ગોખરૂ ના ફાયદા…

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version