Site icon

પ્રધાનમંત્રી મોદીએ તાલીમાર્થી અધિકારીઓને આપ્યો મંત્ર – રુલ અને રોલનું સંતુલન જરૂરી, દિમાગ પર બાબુગીરી હાવી ન થાય તે જો જો…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

31 ઓક્ટોબર 2020 

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રોબેશનલ આઈ.એ.એસ. અધિકારીઓને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને કહ્યું કે દેશ આજે જે સ્થિતિમાં કામ કરી રહ્યો છે, તેમાં તમારા બધા અમલદારોની ભૂમિકા લઘુતમ સરકાર-મહત્તમ શાસનની છે. તમારે ખાતરી કરવી પડશે કે નાગરિકોના જીવનમાં તમારી દખલ ઓછી કરી સામાન્ય માણસનું સશક્તિકરણ કેવી રીતે કરી શકાય.  પીએમએ કહ્યું કે શાસન અને ભૂમિકાનું સંતુલન જરૂરી છે અને મગજમાં ક્યારેય અહં આવવા ના દો. 

@ જનતા જનાર્દન જ વાસ્તવિક ચાલક શક્તિ છે

વડા પ્રધાને કહ્યું કે જનતા ફક્ત સરકારની નીતિઓ, કાર્યક્રમો પ્રાપ્ત કરનાર નથી, જનતા જનાર્દન એ વાસ્તવિક ચાલક શક્તિ છે. એટલા માટે આપણે સરકારમાંથી શાસન તરફ આગળ વધવાની જરૂર છે.  

પીએમએ કહ્યું કે, ભૂતકાળમાં, તાલીમમાં આધુનિક અભિગમો કેવી રીતે આવે છે તે વિશે ઘણું વિચારાયું નથી. પરંતુ હવે દેશમાં માનવ સંસાધનની આધુનિક તાલીમ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 

સમૂહના વિકાસ માટે, દેશમાં નવા પરિવર્તન માટે, નવા લક્ષ્યો પ્રાપ્ત કરવા, નવા માર્ગ અને નવી રીતો અપનાવવા માટે તાલીમ મુખ્ય ભૂમિકા છે.  

@ નિર્ણય લોકહિતમાં લેવો જોઈએ

પીએમએ કહ્યું કે ચોક્કસ ફ્રેમવર્કમાં કાર્ય કરવાને બદલે ઉચ્ચ અધિકારીઓ એ દેશને એ પણ સમજાવવું પડશે કે જો કોઈ મોટુ સંકટ આવે કે મોટો બદલાવ આવે તો તમે બળ બનીને દેશને આગળ વધારવામાં સહકાર આપજો.. નોંધનીય છે કે આજના આ ટ્રેની અમલદારો ભવિષ્ય ના સંચાલક છે. અને આવી શીખ તેઓને આગળ વધવામાં મદદરૂપ થઇ શકે છે..

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version